જૂનાગઢ એ.સી.બી. એ સફળ ટ્રેપ ગોઠવી દફતર કચેરીના સિનિયર ક્લાર્ક અને સંશોધન મદદનીશ ને લાંચ લેતા આબાદ ઝડપી લીધા

જૂનાગઢ એ.સી.બી. એ સફળ ટ્રેપ ગોઠવી દફતર કચેરીના સિનિયર ક્લાર્ક અને સંશોધન મદદનીશ ને લાંચ લેતા આબાદ ઝડપી લીધા 

જૂનાગઢ સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર એ માઝા મૂકી છે ત્યારે એક અભિનંદન ને પાત્ર  જાગૃત નાગરિક દ્વારા ફરિયાદી બની આરોપી મિતેશકુમાર પ્રવિણચંદ્ર પારગડા સિનિયર ક્લાર્ક, ચાર્જ સંશોધન મદદનીશ, વર્ગ-૩ જિલ્લા અભિલેખાગાર કચેરી, જૂનાગઢ અને આરોપી તેજસભાઇ કનૈયાલાલ પરબિયા, સેવક (આઉટસોર્સ), જિલ્લા અભિલેખાગાર કચેરી, જૂનાગઢ

વાળાઓ સામે એસીબી કચેરી જૂનાગઢ ખાતે ફરિયાદ આપી હતી તેમણે આક્ષેપ કર્યો હતો કે  ઉપરોકત ઈસમો એ તેમના દસ્તાવેજની કામગીરી માટે રૂ.૨,૦૦૦  લાંચની માંગણી કરી હતી  જુનાગઢ એસીબી કચેરીને ફરિયાદ મળતા જ અધિકારી અને તેમની ટીમ દ્વારા છટકુ ગોઠવી લાંચની રકમ રૂ. ૨,૦૦૦ સ્વિકારતા આબાદ ઝડપી લીધા હતા અને લાંચની રકમ  રીકવર કરી હતી 

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર આ બનાવના ફરીયાદી મિલ્કત લેખ કઢાવવા આરોપીઓની કચેરી જિલ્લા અભિલેખાગાર કચેરી, જૂનાગઢ

એ મિલ્કત લેખ કઢાવવા જતા આરોપી મિતેશ પારગડાએ આરોપી તેજસ પરબીયા ની રૂબરૂ માં રૂ.5,000, ની લાંચની માગણી કરી પ્રથમ રૂ,3,000 લાંચ પેટે લઈ લીધેલ અને બાકીના રૂ.2,000 લેખ લેવા આવે ત્યારે આપવાનો વાયદો કરેલ હતો. પરંતું ફરીયાદી લાંચ આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ લાંચનું છટકુ ગોઠવતાં આ આરોપી મિતેશ પ્રવીણચંદ્ર પારગડા  તથા આરોપી તેજસ કનૈયાલાલ પરબિયા એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી મિતેશ પ્રવિણચંદ્ર પારગડા ની હાજરીમાં આરોપી તેજસ કનૈયાલાલ પરબિયા એ ફરિયાદી પાસેથી રૂ. ૨,૦૦૦ લાંચ પેટે માંગી, સ્વીકારી બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરતાં એસીબીના છટકામાં આબાદ ઝડપાયા હતા  જુનાગઢ એસીબી કચેરીના  ટ્રેપ કરનાર અધિકારી જે.એન.સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર જૂનાગઢ તેમજ તેમની    ટીમ દ્વારા આ સફળ રેપ ને અંજામ આપી લાંચીયા કર્મચારીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું એસીબીની આ સમગ્ર ટ્રેપ નું સુપરવિઝન બી.એલ.દેસાઈ મદદનીશ નિયામક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો જૂનાગઢ એકમ દ્વારા કરવામાં આવ્યું હતું એસીબી ની આ તરાપને લઈને સરકારી કચેરીઓમાં ફલતા ફુલતા લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો - શૈલેષ પટેલ જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain