જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આદિપુર પોલીસ

 જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આદિપુર પોલીસ


મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી-જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઈ. સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાહેબનાઓને મળેલ બાતમી હકીકત આધારે અંતરજાળ ગામે પીપળી નીચે ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


આરોપીઓના નામ : (૧) શામજી દેવદાનભાઈ જરૂ ઉ.વ-૫૦ રહે- અંતરજાળ તા-ગાંઘીઘામ (૨) રમઝાન ઉંમર જોરયા ઉ.વ-૨૩ રહે-મણીનગર ઝુપડ પટ્ટી આદિપુર (૩) રાજેશ શામજીભાઈ જરૂ ઉ.વ-૨૨ રહે- અંતરજાળ તા-ગાંઘીઘામ (૪) મહાદેવ દેવદાનભાઈ મ્યાત્રા ઉ.વ-૪૭ રહે રવેચીનગર અંતરજાળ (૫) જયકિશન બચુમનભાઈ નાવલાણી ઉ.વ-૫૫ રહે- સાતવાડી આદિપુર (૬) મુળજીભાઈ જેઠાભાઈ દેવીપુજક ઉવ.૩૩ રહે. અંતરજાળ તા-ગાંઘીઘામ (૭) શામજી ખીમજીભાઈ જરૂ ઉવ ૫૨ રહે. અંતરજાળ તા.ગાંધીધામ મુદામાલની વિગત : રોકડા રૂા.૧૦,૨૦૦/- તથા ગંજીપાના નંગ.૫૨ કિ.રૂl.૦૦/૦૦ નો મુદામાલ મળી આવેલ


આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી એચ.એસ.તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે. અહેવાલ - કરિશ્મા માની બ્યીરો ચીફ કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain