રાપર તાલુકા ની ગ્રામ પંચાયત ની ચૂંટણી દરમિયાન સાત ગ્રામ પંચાયત સમરસ બની

રાપર તાલુકા ની ગ્રામ પંચાયત ની ચૂંટણી દરમિયાન સાત ગ્રામ પંચાયત સમરસ બની!


આજે રાપર તાલુકા મા યોજાનારી 53 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાનારી છે ત્યારે આજે રાપર તાલુકા મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે લગભગ ગ્રામ પંચાયત મા ફોર્મ ખેંચવા માટે ઉમેદવારો બપોરે એક વાગ્યાના અરસામાં જોવા મળતા હતા એટલે કે રાપર તાલુકા મા લગભગ ગ્રામ પંચાયત મા સરપંચ અને વોર્ડની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે તો મળતી વિગતો મુજબ રાપર તાલુકા ની ડાભુંડા. ધાડધ્રો. અમરાપર માનગઢ. મેવાસા. કુડા. હમીરપરનાની પગીવાંઢ સમરસ જાહેર થઇ છે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાપર પ્રાંત અધિકારી રાવલ મામલતદાર કે આર. ચૌધરી નાયબ મામલતદાર યોગેશ પ્રજાપતિ સહિત ના અધિકારીઓ એ કામગીરી હાથ ધરી હતી તો રાપર મામલતદાર કચેરી ખાતે અમરાપર માનગઢ ના સરપંચ તેમજ સદસ્યો બિન હરીફ જાહેર થતાં તેઓ નું સન્માન કરવામાં આવ્યું હતું ખરુ ચિત્ર બપોરે ત્રણ વાગ્યા બાદ ખ્યાલ આવશે કે કેટલા ગામે કેટલા સરપંચ અને વોર્ડના સભ્યો ચુંટણી લડવા માટે મેદાનમાં છે






0/Post a Comment/Comments

Stay Conneted

Domain