લેન્ડ ગ્રેબિંગ(જમીન પચાવી) પાડવાના ગુન્હા કામેના ફરાર આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

લેન્ડ ગ્રેબિંગ(જમીન પચાવી) પાડવાના ગુન્હા કામેના ફરાર આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ



સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર. મોથલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નાઓએ જમીન પચાવી પડવાના ગુન્હા કામેના ફરાર આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોઇ જે અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુ.ર.ન. ૧૧૯૯૩૦૦૩૨૧૧૦૫૬/૨૦૨૧ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ ની કલમ ૪(૩),૫(સી) મુજબના ગુન્હા કામેના આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદ મેળવી નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, આલમ કોરાર રહે.મેધપર (કું) તા. અંજાર-કચ્છ વાળો મેઘપર બોરીચીમા હોવાની ચોક્કસ હકીકત મળતા અંજાર પોલીસ સ્ટાફને જાણ કરી આરોપીને અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા તપાસ કરાવતા આરોપી મળી આવેલ જે આરોપીને પકડી પાડી ઉપરોક્ત ગુના કામે અટક કરી આગળની કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓ દ્વારા હાથ ધરવામા આવેલ છે.


પકડાયેલ આરોપી : આલમ હાજી કોરાર ઉ.વ. ૩૦ રહે મુળ ભોજાડા તા. ભુજ જી.કચ્છ હાલ રહે મેધપર કુંભારડી કોરાંર વાઢ આદિપુર ગોલાઇ તા. અંજાર જી.કચ્છ


આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે જોડાયેલ હતા. અહેવાલ - કરિશ્મા માની કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain