કલેક્ટર પ્રવિણા ડી કે એ રાપર તાલુકાના બાલાસર ની મુલાકાત લીધી

કલેક્ટર પ્રવિણા ડી કે એ રાપર તાલુકાના બાલાસર ની મુલાકાત લીધી



રાપર આજે કચ્છ ના સમાહર્તા એવા કચ્છ કલેકટર પ્રવિણા ડી કે એ આજે રાપર તાલુકાના પ્રાંથણ વિસ્તારમાં આવેલા બાલાસર ગામ ની મુલાકાત લીધી હતી જેમાં બાલાસર પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને પોલીસ કર્મચારીઓ ને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી તો પોલીસ સ્ટેશનમાં જુદા જુદા રુમો તેમજ હથિયાર નું નિરિક્ષણ કર્યું હતું ઉપરાંત બાલાસર મોર્ડન સ્કૂલ ની મુલાકાત લીધી હતી જેમાં વિધાર્થીઓ ને અભ્યાસ ને લગતા તમામ વિગતો મેળવી હતી અને શાળા સંકુલ નું નિરિક્ષણ કર્યું હતું તો બાલાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી અને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી ઉપરાંત વેકશિનેશન અંગે ની કામગીરી હાથ ધરવા માટે આરોગ્ય વિભાગ ને તાકીદ કરી હતી તો બાલાસર તેમજ પ્રાંથણ વિસ્તારોના ગામો ના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને વણ ઉકેલયા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી તેમજ જે ગામો ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ રહી છે તેવા ગામે મતદાન મથક ની મુલાકાત લીધી હતી આજે કલેકટર ની મુલાકાત સમયે ભચાઉ પ્રાંત અધિકારી પી. એ. જાડેજા રાપર પ્રાંત અધિકારી જય કુમાર રાવલ રાપર મામલતદાર કે આર ચૌધરી બાલાસર પીએસઆઇ ડી આર. ગઢવી તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ સહિત ના વહિવટી તંત્ર ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






0/Post a Comment/Comments

Stay Conneted

Domain