રાપર તાલુકા વિકાસ અધિકારી નો વિદાય સમારંભ યોજાયો

રાપર તાલુકા વિકાસ અધિકારી નો વિદાય સમારંભ યોજાયો


રાપર તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા એ રાપર તાલુકા મા અગિયાર માસ દરમિયાન વાગડ વિસ્તારના રાપર તાલુકા મા ફરજ બજાવી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ માટે પાયો નાખ્યો હતો કોવિડ 19 અંતર્ગત કોરોના ની મહામારી થી બચવા માટે વેકશીન આપવા માટે તેમજ સરકાર ના જુદા જુદા ગામોમાં વિકાસ માટે કામગીરી કરી હતી પંચમહાલ ના ધોધંબા તાલુકા માંથી રાપર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થઇ આવ્યા હતા જેમાં અગિયાર માસ ની રાપર તાલુકા ની કામગીરી દરમિયાન સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી હતી ત્યારે ગઈ કાલે રાપર થી મોરવાહડફ  પંચમહાલ જિલ્લામા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થતા આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત સ્ટાફ તલાટી મંડળ તેમજ જુદા જુદા વિભાગો ના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું 


જેમાં મદદનીશ આંકડા અધિકારી ડી જે ચાવડા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ વિસતરણ અધિકારી કે. એમ. ડામોર સિલા બેન બારીયા અરવિંદ ઠક્કર બી. પી. ગુંસાઈ પ્રકાશ ચૌહાણ બળદેવ પરમાર અમરશી પરમાર મહેશ પરસોંડ હુશેન જિએજા બાંધકામ ના ઇલેવનસિંહ વાધેલા હરેશ પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે એમ રબારી વિપુલ ગૌસ્વામી તેમજ તલાટી મંડળના જિલ્લા પ્રમુખ વિજય ગૌસ્વામી રાપર તાલુકા તલાટી મંડળ ના પ્રમુખ જસવંતસિંહ સોલંકી હિતેશ પ્રજાપતિ સામતભાઇ ખોડ ભરત મઢવી જેઠાલાલ પરમાર એન. ડી પરમાર હાર્દિક પટેલ દિનેશ સુથાર પ્રાથમિક શિક્ષણ સંધ ના પ્રમુખ અરજણભાઈ ડાંગર મહામંત્રી ગણપતભાઈ ડાભાણી ચેતના બેન ચૌધરી હંસાબેન પટેલ તુલસી ભાઈ ઠાકોર સહિત રાપર તાલુકા પંચાયત કચેરી ના બાંધકામ શિક્ષણ નારેગા પી. એમ. વાય એસડીએમ હિશાબી અને આંગણવાડી અને આંકડા વિભાગ ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બદલી પામેલા તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા ની સેવાઓ ને બિરદાવી હતી  સમગ્ર કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત કચેરી ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી સંચાલન શિક્ષણ સંધ ના પ્રમુખ અરજણભાઈ ડાંગર એ કરી હતી. અહેવાલ - મહેશ રાજગોર










0/Post a Comment/Comments

Stay Conneted

Domain