રાપર તાલુકા ની ગ્રામ પંચાયત ની ચૂંટણી મા ઉમેદવારો ફોર્મ ભરવા માટે ઉમટી પડયાં

રાપર તાલુકા ની ગ્રામ પંચાયત ની ચૂંટણી મા ઉમેદવારો ફોર્મ ભરવા માટે ઉમટી પડયાં


વાગડ વિસ્તારના રાપર તાલુકા મા  53 ગ્રામ પંચાયત ની  ચૂંટણી યોજાનારી છે ત્યારે આજે સરપંચ અને વોર્ડના સભ્યો ની ઉમેદવારી કરવા માટે ના છેલ્લા દિવસે અનેક ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે રાપર તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે ઉમટી પડયાં હતાં તો ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારો આવ્યા હતા અને પોતાની દાવેદારી નોંધાવી હતી  રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે નવ આર. ઓ. અને મામલતદાર કચેરી નવ આર. ઓ. એમ કુલ અઢાર આર ઓ પાસે ફોર્મ ભરવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સવારે અગિયાર થી ત્રણ વાગ્યા સુધી મા લગભગ તમામ ઉમેદવારો એ પોતાના ફોર્મ રજુ કરી ભરી દીધા હતા રાપર તાલુકા મા સરપંચ અને વોર્ડના સભ્યો ના ફોર્મ સ્વીકારવાની કામગીરી મા તમામ આર. ઓ. અને કર્મચારીઓ વ્યસ્ત જોવા મળ્યા હતા રાપર પ્રાંત અધિકારી રાવલ મામલતદાર કે આર ચૌધરી તાલુકા વિકાસ અધિકારી કે. વી. મોઢેરા મદદનીશ આંકડા અધિકારી ડી જે ચાવડા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર નાયબ મામલતદાર મહેશ ઠક્કર સામતભાઇ મકવાણા નિકુલસિંહ વાધેલા વસંતભાઈ પરમાર વિપુલ ચૌધરી નરેશ ચૌધરી હુશેન જીએજા પ્રકાશ ચૌહાણ કે. એમ. ડામોર શિલાબેન બારીયા સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરી હાથ ધરી હતી તો નાયબ મામલતદાર યોગેશ ભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે આજે.. સરપંચ પદ માટે....58... વોર્ડ ના સદસ્યો માટે.....320.. ફોર્મ ભરવા મા આવ્યા હતા તો રાપર તાલુકામાં સરપંચ પદ માટે કુલ....194...... અને વોર્ડ ના સભ્ય તરીકે કુલ....918.. ફોર્મ ભરાયા હતા આગામી તા 6/12/2021 ના ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને તા. 7/12/2021 ના ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે ત્યારબાદ ક્યાં ગામે કેટલા સરપંચ અને વોર્ડના સભ્યો વચ્ચે જંગ જામશે.






0/Post a Comment/Comments

Stay Conneted

Domain