રાપર તાલુકા ની ૫૩ ગ્રામ પંચાયત ની ચૂંટણી મા કુલ ૬૩ સરપંચ પદ અને ૨૯ સદસ્યો એ ફોર્મ ભર્યા

રાપર તાલુકા ની ૫૩ ગ્રામ પંચાયત ની ચૂંટણી મા કુલ ૬૩ સરપંચ પદ અને ૨૯ સદસ્યો એ ફોર્મ ભર્યા


રાપર હાલ માવઠા ના માહોલ વચ્ચે રાપર તાલુકા માં શિયાળાની ઠંડી મા ગ્રામ પંચાયત ની ચૂંટણી નો ગરમાવો આવી ગયો છે ત્યારે છેલ્લા બે દિવસથી અનેક ગામોમાં થી સરપંચ અને વોર્ડના સભ્યો તરીકે ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવી રહ્યા છે તાલુકા ની ૫૩ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જુદા જુદા ગામોમાં થી રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે નવ આર. ઓ. પાસે અને રાપર મામલતદાર કચેરી ખાતે નવ આર. ઓ. પાસે પોતાના ટેકેદારો સાથે સરપંચ પદ અને સદસ્યો સાથે ફોર્મ ભર્યા બાદ રજૂ કરવા માટે આવી રહ્યા છે તો આજે સરપંચ પદ માટે કુલ ૪૨ અને વોર્ડ ના સદસ્યો તરીકે188 જેટલા ફોર્મ રજુ કરવામાં આવ્યા હતા 


આ અંગે રાપર મામલતદાર કે આર. ચૌધરી અને તાલુકા વિકાસ અધિકારી રાઠવા એ રાપર પ્રાંત અધિકારી રાવલ ની સુચના થી કામગીરી હાથ ધરી છે તો આ અંગે વધુ માહિતી આપતા નાયબ મામલતદાર યોગેશ ભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે અત્યાર સુધી મા સરપંચ માટે કુલ ૬૩ અને વોર્ડ ના સદસ્યો તરીકે ૨૯૯ ઉમેદવારો એ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે આગામી બે દિવસમાં તમામ ગામોમાં ઉમેદવાર પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરશે તો આજે રાપર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે અનેક વાહનો સાથે અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા અને પોતાના ટેકેદારો સાથે ઉમેદવારો ઢોલ સાથે ઉમેદવારી નોંધાવી હતી આમ દિવસે દિવસે વાગડ ના મેદાની વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. (અહેવાલ - મહેશ રાજગોર)






0/Post a Comment/Comments

Stay Conneted

Domain