રાપર શહેર અને તાલુકા ભાજપ ની કારોબારી ની બેઠક મળી

રાપર શહેર અને તાલુકા ભાજપ ની કારોબારી ની બેઠક મળી


આજે રાપર ભાજપ ના શહેર મંડલ અને તાલુકા ભાજપ ની કારોબારી ની બેઠક માનવ ધર્મ પ્રસાર આશ્રમ ખાતે મળી હતી જેમાં માજી ધારાસભ્ય પંકજ મહેતા માજી જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમિરજી  સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની રાપર તાલુકા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોર મહેશ્વરી ભિખુભા સોઢા નિલેશ માળી  જાનખાન બલોચ કાનજી આહિર ડોલર ભાઈ ગોર જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ વણવીરભાઈ સોલંકી રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા દેવુભા વાધેલા ગિરીરાજસિંહ વાઘેલા રામજીભાઇ મુછડીયા સામત ખોડ રામજીભાઇ ચાવડા રાપર શહેર ભાજપ મહામંત્રી લાલજી ભાઈ કમલસિંહ સોઢા મહેશ ગઢવી સહિત ના રાપર શહેર તાલુકા ભાજપ અને યુવા ભાજપ ના તેમજ મહિલા સેલ ના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા


આજે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ સંગઠનો અને મંડલો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો આગામી ગ્રામ પંચાયત ની ચૂંટણી મા એક થઈ કામગીરી હાથ ધરવા માટે હાકલ કરવામાં આવી હતી તો આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ ને આળસ ખંખેરી એક થઈ કામ કરવા માટે હાકલ કરી હતી આમ રાપર તાલુકા ભાજપ અને શહેર ભાજપ ની કારોબારી ની બેઠક મા ભાજપના પદાધિકારીઓ અને સરપંચો તેમજ વિવિધ મંડળો ના અને સેલો ના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ - મહેશ રાજગોર






0/Post a Comment/Comments

Stay Conneted

Domain