પી.એસ.આઈ. જી.એન.સુથારે ૭ કરોડ ૭ લાખના ૨૫૦ વાહનો સાથે આરોપીને ઝડપી પાડયો

પી.એસ.આઈ. જી.એન.સુથારે ૭ કરોડ ૭ લાખના ૨૫૦ વાહનો સાથે આરોપીને ઝડપી પાડયો



પ્રમાણિકતાથી જીંદગી જીવતા કેટલાક માણસો ક્યારેક લોભ અને લાલચમાં આવી ખોટા નિર્ણયો લઈ લે છે અને જીવનભરની મૂડીને જોખમમાં મુકી દે છે. સુરત પોલીસ આવા માણસોની જોખમમાં મૂકાઈ ગયેલી મૂડીને ફરી પાછી એમના સુધી પહોંચાડે છે. આવી જ એક ફરિયાદ નોંધાઈ ઈકો સેલમાં.


કેતુલ પરમાર નામના ઈસમે ટી.જી.સોલાર પ્રાઈવેટ લિમિટેડ કંપની, ઝગડિયામાં પોતાને વાહનો ભાડે રાખવાના કોન્ટ્રાક્ટ મળ્યા છે એવું કહીને છેતરપીંડી શરૂ કરી. કેતુલ પરમારે અમર પટેલને આ કોન્ટ્રાક્ટની વાત કરી ૨૦ થી ૨૫ વાહનોનો ભાડા કરાર કર્યો. વાહનોની આર.સી. બુક મેળવી અને અમર પટેલને બે થી ત્રણ મહિના નિયમિતપણે ભાડુ પણ ચૂકવ્યું. શરૂઆતનો વિશ્વાસ જીતી એણે ૨૬૩ જેટલા વાહનો મેળવ્યા અને પછી એ વાહનોને ૨ થી ૩ લાખની કિંમતમાં વેચી દીધા. આ તમામ વાહનો એ લોકોના હતા જે રોજીરોટી મેળવવાના આશયથી પોતાની બચતની મૂડી, દાગીના કે વ્યાજે પૈસા લાવી વાહનો ભાડે આપી ધંધો કે રોજગાર મેળવતા હતા. 


આર.એસ.સુવેરાએ આ ગુનાની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જી.એન.સુથારને સોંપી. જી.એન. સુથાર જુદી જુદી ટીમો બનાવી બોટાદ, ભાવનગર, અમદાવાદ, ધોળકા, ધંધુકા, ઘોઘા, રાજકોટ, જામનગર, કામરેજ, સુરત રૂરલ, બારડોલી તેમજ મહારાષ્ટ્રનાં નંદુબાર, જલગાંવ, નવાપુર જેવા વિસ્તારોમાં ફર્યા. આ વિસ્તારોનાં ટોલ નાકા પર વોચ ગોઠવી. ફાસ્ટટેગની માહિતી મેળવી આરોપીને ૭ કરોડ ૭૭ લાખની કિંમતનાં ૨૫૦ વાહનોનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો. સુરત શહેર પોલીસની શૌર્યગાથા : રીપોટર ફારૂક મેમણ સાથે ઈમ્તિયાઝ પટેલ સુરત


0/Post a Comment/Comments

Stay Conneted

Domain