રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયોતાજેતરમાં રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ અને દરીયાસ્થાન મંદિર અને લોહાણા સમાજ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં નિદાન સારવાર કેમ્પ મા ડો. બોરીસાગર રાજગોર લલીતભાઈ પરમારે સેવા આપી હતી આજે યોજાયેલા નિદાન સારવાર કેમ્પ મા યજમાન પદે સ્વ. મોંધીબેન ખેતાભાઈ હાથીયાણી પરીવાર ના મનિષ ભાઈ અને ભવનભાઈ ઉપસ્થિત રહ્યા હતા નેત્ર નિદાન સારવાર કેમ્પ મા આજે 340 લોકો નું નિદાન કરવામાં આવ્યું હતું જેમાં થી 140 જેટલા લોકો ને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ ની રાજકોટ સ્થિત હોસ્પિટલમાં ઓપરેશન કરાશે

આજે યોજાયેલા નિદાન સારવાર કેમ્પ દરમિયાન સંત શ્રી ત્રિકાલદાસજી દરીયાસ્થાન મંદિર ના મેનેજિંગ ટ્રસ્ટી રસિક લાલ આદુઆણી દિનેશ ભાઈ ચંદે શૈલેષ ભીંડે વેલજી લુહાર પ્રભુ ભાઈ રાજદે વિપુલ લીંબડ વિશનજી આદુઆણી ધનસુખ લુહાર રાચછ સાહેબ તથા દરીયાસ્થાન મંદિર ના સેવક ગણ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી રાપર ખાતે આજે યોજાયેલ આ 42 મા નેત્ર નિદાન સારવાર કેમ્પ દ્વારા અનેક લોકો ને હજારો ના ખર્ચ થી બચવું પડયું છે આમ રાપર તાલુકામાં સેવા કિય પ્રવૃત્તિ કાબિલે દાદ માગી લે છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain