૪૦ મી ગુજરાત રાજ્ય માસ્ટર એથ્લેટીક ચેમ્પિયનશીપનું દ્વારકા ખાતે આયોજન કરવામાં આવેલ

 ૪૦ મી ગુજરાત રાજ્ય માસ્ટર એથ્લેટીક ચેમ્પિયનશીપનું દ્વારકા ખાતે આયોજન કરવામાં આવેલ 



જેમાં કચ્છ જિલ્લાને કૂલ ગોલ્ડ મેડલ – ૫, સિલ્વર મેડલ -૪ તથા બ્રોન્ઝ મેડલ – ૩ એમ કૂલ - ૧ર મળેલ છે. પોલીસ વિભાગના પૂર્વ કચ્છ, ગાંધીધામ જિલ્લાના પોલીસ હેડ કોન્સ્ટેબલ (૧) ખીમજીભાઈ ફફલ ને લાંબી કૂદ અને ૧૦૦ મીટર હર્ડલ્સ દોડમાં ગોલ્ડ મેડલ અને ૧૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ. તથા (ર) ગોપાલભાઈ સોધમ ૨૦૦ મીટર દોડ માં બ્રાઉન્ઝ મેડલ. તેમજ કચ્છ જિલ્લામાંથી અન્ય ભાગ લીધેલ (૩) જયંતી પટેલ ૧૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ (૪) રમેશભાઇ ચૌહાણ ૧૦૦ મીટર હર્ડલ્સમાં ગોલ્ડ, લાંબીકુદમાં સિલ્વર, તથા (૫) ઇશ્વરભાઇ વાઘેલા જવેલીન થ્રોમાં ગોલ્ડ મેડલ, ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ (૬) યોગેશભાઇ સલાટ બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ, હેમર થ્રોમાં સિલ્વર મેડલ તથા ડીસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.  

શ્રી મયુર પાટીલ સાહેબ, પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તથા પોલીસ પરિવાર તરફથી તેમજ કચ્છ ડિસ્ટ્રીકટ માસ્ટર્સ એથ્લેટીકસ એસોસીયેશન પ્રમુખશ્રી શૈલેષભાઇ ત્રિવેદી, ઉપ-પ્રમુખ શ્રી રાજેશભાઇ ઠક્કર તથા મંત્રી શ્રી યોગેશભાઇ સલાટ તથા સંસ્થાના હોદેદારો દ્વારા વિજેતાઓને અભિનંદન આપેલ અને ખૂબ જ સાથ સહકાર આપેલ હતા.  


નેશનલ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયશનશીપ ફેબ્રુઆરી-ર૦રર હૈદરાબાદ રાજયના તેલંગણા ખાતે આયોજન કરવામાં આવેલ હોઇ વિજેતા થયેલ સ્પર્ધકોને ભાગ લેવા માટે શુભેચ્છા આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. અહેવાલ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain