રાપર તાલુકા મા ગ્રામ પંચાયત ની ચૂંટણી અંગે ધમધમાટ

રાપર તાલુકા મા ગ્રામ પંચાયત ની ચૂંટણી અંગે ધમધમાટ


રાપર હાલ સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને ધમધમાટ જોવા મળે છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા ના વાગડ વિસ્તારના રાપર તાલુકા મા 53 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે રાપર તાલુકા મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો એ ફોર્મ ભરવા માટે ઉમટી પડયા હતા રાપર તાલકા ની 53 ગામ ની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં મામલતદાર કચેરી ખાતે નવ રીટનીંગ ઓફિસર અને તાલુકા પંચાયત કચેરીમાં પણ નવ રીટનીંગ ઓફિસર તરીકે ફરજ સોંપવામાં આવી છે ઉપરાંત રાપર પ્રાંત અધિકારી જય કુમાર રાવલ ની અધ્યક્ષ મા યોજાનારી આગામી ગ્રામ પંચાયત ની ચૂંટણી મા મામલતદાર કે. આર. ચૌધરી તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા નાયબ મામલતદાર ચૂંટણી યોગેશ ભાઈ પ્રજાપતિ સહિત ના અધિકારીઓ એ કામગીરી હાથ ધરી હતી આજે રાપર તાલુકા મા છ ગ્રામ પંચાયત ના સરપંચ પદ માટે અને સદસ્યો તરીકે ચોવીસ ફોર્મ ભરવા મા આવ્યા છે 


આજે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં થી પોતાના ટેકેદારો સાથે સરપંચ પદ અને સદસ્યો માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારો ઉમટી પડયાં હતાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4/12/2021 ફોર્મ ચકાસણી તા. 6/12/2021 ના અને ફોર્મ પરત ખેંચવાની તા. 7/12/2021 છે ખરું ચિત્ર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પછી ખબર પડશે કે કેટલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે અને કેટલી ગ્રામ પંચાયત સમરસ બની છે હાલ તો સમરસ પંચાયત તરીકે ડાભુંડા બને છે તેવું જાણવા મળ્યું છે આમ વાગડ વિસ્તારના રાપર તાલુકા મા ઠંડી.. વરસાદ ના માવઠા ની વચ્ચે ગ્રામ પંચાયત ની ચૂંટણી નો ગરમાવો આવી ગયો છે. (અહેવાલ - મહેશ રાજગોર)






0/Post a Comment/Comments

Stay Conneted

Domain