" ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે યોગાનો સ્ટેટ ચેમ્પિયન કાર્યક્રમ યોજાયો ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત "

ગુજરાત - તારીખ - ૧૭/૯/૨૦૨૧ રવીવાર


" ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે યોગાનો સ્ટેટ ચેમ્પિયન કાર્યક્રમ યોજાયો  ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત "


      

ડભોઇના કાયાવરોહણ ગામે ગુજરાત યોગા ફેડરેશનના માધ્યમથી ગુજરાતની યોગા સ્ટેટ ચેમ્પિયન ૨૦૨૦/૨૧ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ - રમતગમતના મંત્રી હર્ષદભાઈ સંધવીએ ખાસ મુલાકાત લીધી હતી સાથે ડભોઇના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) અને વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઇ પટેલ (કોયલી) પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી યોગી - યોગીનીઓને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કર્યા હતા. આ કાર્યક્રમમાં યોગાના 3 નિર્દેશન રજુ કરવામાં આવ્યા હતા. જેમાં  પુજા પટેલે પણ પોતાના યોગાનો નિર્દેશન વ્યક્ત કર્યું હતું સાથે અંકિત- પ્રતીક, અને અલકા-ધ્વનિ દ્વારા યોગાના 3 નિર્દેશકનો રજૂ કરવામાં આવ્યા હતા.આ નિર્દેશનો દ્વારા મંચ ઉપરના સૌ મહેમાનોને પ્રફુલ્લિત કરી દીધા હતા. આ સાથે તેઓએ સુપ્રસિદ્ધ લકુલીશ મહાદેવ ની પણ મુલાકાત લીધી હતી.

  

      

માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૫ થી યોગાને એક નવી ઊંચાઈએ લઈ જઈ નવા શિખરો સર કર્યા છે ત્યારે આજે વિશ્વમાં પણ યોગાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે પહેલા યોગ વિશે લોકોમાં એટલી જાગૃતિ ન હતી પરંતુ હવે નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી વિશ્વ યોગ દિન તરીકે ઉજવાતા આ દિવસ થી દુનિયાભરના લોકો વિવિધ જગ્યાએ યોગા કરતા જોવા મળ્યા છે.આજે ગુજરાતના યુવાનો તેમજ બાળકોએ આ યોગાઓનુ સુંદર પર્ફોમન્સ કરતાં જોઈને હર્ષદભાઈએ ખુશીની  લાગણી વ્યક્ત કરી હતી. તેમજ આ સાથે  આવનાર દિવસોમાં યોગા માટે સરકાર દ્વારા કરવામાં આવતા તમામ કામોને હાલની સરકાર દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવા આસાવાદ મંત્રીશ્રીએ આપ્યો હતો.

         


આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ), તાલુકા ભાજપ પ્રમુખ, કાયાવરોહણ સરપંચ,  તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ, તેમજ વિવિધ આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા .






રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

તંત્રી - મહેશ રાજગોર

મો - ૯૭૨૫૪૧૪૩૬૨


અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain