ખંભાળીયા નગરપાલિકાના સત્તાધીશો નીતિનિયમ નેવે મૂકી ભાજપના ઝંડા લગાડવા નીકળ્યા

ખંભાળીયા નગરપાલિકાના સત્તાધીશો નીતિનિયમ નેવે મૂકી ભાજપના ઝંડા લગાડવા નીકળ્યા


હાલ સોશ્યલ મીડિયામાં શેર થતા આ મુદ્દો શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે ભાજપના હોદદેદારો પાલિકાને પોતાનું  અખાડો સમજે છે કે સુ ??



ખંભાળીયા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી અને એક ચક્રી ભાજપ આગળ સત્તા હોવાથી સત્તાનો દૂર ઉપયોગ કરતા હોય એમ ગઈકાલે શહેરના રામનાથ સહિતના કેટલાક વિસ્તારોમાં  ભાજપની ઝંડી લગાડવા માટે નગરપાલિકાના કર્મચારીઓ પાલિકાના રીક્ષા વાહનમાં લઇ લગાડવા નીકળી પડ્યા હતા. ભ્રષ્ટાચાર નહિ કરવાની અને શિસ્તબદ્ધની વાતો કરનાર ભાજપ દ્વારા પોતાની સત્તાનો દુર ઉપયોગ કે તાકત નગરપાલિકાના નાના કર્મચારીઓને દેખાડી પોતાના પક્ષનો કામ નગરપાલિકા દ્વારા કરાવાતા ભારે ઉહાપોહ થઈ  જવા પામ્યો છે. 



જ્યારે હાલ ભાજપની સામે નગરપાલિકામાં વિરોધ પક્ષતો છે  જ નહીં પરંતુ કોંગ્રેસ દ્વારા પણ આ બાબતે સાવ અભણ હોય કે અજાણ્યા બન્યું હોય તેવુ જોવા મળી રહ્યું છે. આ ભાજપના ઝંડા લગાડતા નગરપાલિકાના કર્મચારીઓના વાહનોના ફોટા સોશ્યલ મીડિયામાં ફરતા થતા ભારે હળખમ  મચી ગયો હતો.  આ સમગ્ર મામલો   શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યું છે આ બનાવ ની જાણ ચીફ ઓફિસર ને થતા આ અંગે નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરતા ભારે હડકંપ મચી જવા પામ્યું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain