આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સહિતની વધતી જતી મોંઘવારી સામે AAP દ્વારા ગુજરાત ભરમાં કાર્યક્રમ યોજાયો

તા-૨૪/૦૭/૨૦૨૧-અમદાવાદ


આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સહિતની વધતી જતી મોંઘવારી સામે AAP દ્વારા ગુજરાત ભરમાં કાર્યક્રમ યોજાયો


બહેરા અને જાડી ચામડીના સતાધીશો સુધી સામાન્ય માનવીનો વધતી જતી મોંઘવારી થી પડતી મુશ્કેલી અને હાડમારીનો અવાજ પહોંચાડવા, મોઘવારી અને રોજબરોજ નાં પેટ્રોલ-ડીઝલ વગેરે મા થતાં ભાવ વધારાની આ ગુલામીનાં વિરોધમાં આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા અમદાવાદ માં ૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ,સુરતમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.


રાજકોટમાં પણ ૨૫૦ થી વધુ,વડોદરામાં ૩૦૦ થી વધુ કાર્યકર્તાઓ સહિતના ગુજરાત ભરના જીલ્લાઓ જેમ કે ગાંધીનગર,વડોદરા, દાહોદ,રાજકોટ,જૂનાગઢ,જામનગર અને મહેસાણામાં સેકડો કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને કાર્યકર્તાઓની અટકાયત પણ વ્હોરી હતી. કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને તમામ સાવચેતી સાથે શાંતિ પૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દીપકકુમાર ધામેલ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain