"ડભોઇ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાળકોને બિસ્કીટનું વિતરણ કરી સાદગી પૂવૅક ઉજવણી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીયઅધ્યક્ષ- યુવા અગ્રણી રાહુલ ગાંધીના ૫૧માં જન્મદિવસ દિવસે 


"ડભોઇ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાળકોને બિસ્કીટનું વિતરણ કરી સાદગી પૂવૅક ઉજવણી"

    


આજરોજ ૧૯મી જૂનના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુવા અગ્રણી રાહુલ ગાંધીનો જન્મ દિવસ હોય ડભોઇ તાલુકા - શહેર કોંગ્રેસના આગેવાનો,કોર્પોરેટરો,તેમજ કાર્યકરો દ્વારા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્લમ વિસ્તારના ગરીબ બાળકો ને બિસ્કિટના પેકેટનું વિતરણ કરી સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

                 


આજરોજ રાહુલ ગાંધીના ૫૧ માં જન્મ દિવસ નિમિત્તે ડભોઇ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ અને કાર્યકરોએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થનાઓ કરી હતી.તેમજ આવનારા વર્ષો તેઓ  રાજકીય ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરે અને ભવિષ્ય માં વડાપ્રધાન પદે  બિરાજમાન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી . ઉલ્લેખનીય છે કે ગાંધી પરિવારનું ભારત દેશ પ્રત્યેનું બલિદાન દેશની જનતા ક્યારેય નહીં ભૂલે. તેમજ દેશ માટે જીવનું બલિદાન આપતા ગાંધી પરિવારમાંથી આવતા રાહુલ ગાંધી એક માત્ર એવા નેતા છે જે યુવા, ઉર્જાવાન, હોવાની સાથે  દેશની પ્રજા માટે સમર્પિત થઈ સિદ્ધાંત અને રાજનૈતિક મૂલ્યોની લડાઈ લડી રહ્યા છે. રાહુલગાંધી દેશના તમામ વર્ગના અધિકાર માટે હંમેશા સંઘર્ષરત રહે છે તેમજ ખેડૂતોના હિત માટે હંમેશા અવાજ ઉઠાવી તેઓની સાથે ખભે ખભા મિલાવીને તેમની પડખે ઉભા રહે છે. 


આજરોજ રાહુલ ગાંધીના ૫૧માં જન્મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના  ઉપપ્રમુખ જયેશભાઇ દેસાઈ, ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, ડભોઇ તાલુકાપંચયતના વિરોધ પક્ષના નેતા પ્રહલાદભાઈ પટેલ, ડભોઇ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.જીમિત ઠાકર, નગરપાલિકા કોર્પોરેટરો, તેમજ કાર્યકરો દ્વારા સ્લમ વિસ્તારમાં ગરીબ બાળકોને બિસ્કિટના પેકેટો વહેંચી રાહુલગાંધીના જન્મ દિવસની સાદગી પૂર્વક ઉજવણી કરી હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain