કોવીડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ એલ.એલ.બીના સેમ. (૬)ની પરીક્ષાઓ શરૂ

ડભોઇ માં 'સ્વ.માધવલાલ ફૂલશંકર વૈધ લો કોલેજમાં 


કોવીડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ એલ.એલ.બીના સેમ. (૬)ની પરીક્ષાઓ શરૂ "



ડભોઇ નગરમાં  વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત 'સ્વ. માધવલાલ ફુલશંકરભાઈ વૈદ્ય' સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજની પહેલી બેચ ચાલુ વર્ષે બહાર પડશે. જેની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના ધારાધોરણ તેમજ સરકારશ્રીની કોવીડ-૧૯ ગાઈડલાઈન મુજબ પરીક્ષા હાલમાં લેવામાં આવી રહી છે. જેમાં સ.-૬ સેમિસ્ટર એ ફાઈનલ સેમ ગણાય જે પૂર્ણ કરી ડભોઇની લો કોલેજ માંથી ૭૩ જેટલા વિદ્યાર્થીઓ સનદ લઇ આગળ વધશે.આ સાથે જ આવતા વર્ષેથી ડભોઇ લો કોલેજ માં જ એલ.એલ.એમના કોર્સની પણ શરૂઆત કરવામાં આવશે. જેથી એલ.એલ.એમ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ડભોઇ લો કોલેજ માંથીજ આ કોર્સ કરી શકશે.સદર સંસ્થા દ્વારા સતત નવી સગવડોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.


જેમાં સાત કરોડ રૂપિયાના ખર્ચે નવી બિલ્ડીંગની કામગીરી ચાલી રહી છે અને  ડભોઇ નગરના તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના શૈક્ષણિક કોર્સ કરવા માટે ભાગદોડ કરવી પડે નહીં. સ્થાનિક કક્ષાએથી જ સારું શિક્ષણ મેળવી શકાશે. હાલમાં આ કોલેજ કેમ્પસમાં ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.સંસ્થાના પ્રમુખ શશિકાન્તભાઈ પટેલ,મંત્રી ઠાકોરભાઈ પટેલ, મુકેશભાઈ ( વસાઈવાળા ),તથા કોલેજ ના આચાર્ય  ડૉ.અંકિતાબેન પી ઉપાધ્યાય તથા સ્ટાફના સહકાર સાથે ૭૩ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.ઉપરાંત નવા શૈક્ષણિક સત્રથી સરકારશ્રીના ધારાધોરણ મુજબ કોલેજના અન્ય કોષોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમજ આવનારા વર્ષોમાં સંસ્થામાં બીજા નવા કોર્સ પણ શરૂ કરવામાં આવશે .એમ સંસ્થાના વહિવટદારો દ્વારા જાણાવવામાં આવ્યું હતું.


(તસ્વીર-નિમેષ સોની, ડભોઇ:- સ્વ. માધવલાલ ફુલશંકર વૈધ સેલ ફાઈનાન્સ લો કોલેજ માં  વિદ્યાર્થીઓ સેમ.૬ની સરકારશ્રીની  કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ સરળતાથી પરીક્ષા આપતા તસવીરમાં નજરે પડે છે)


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain