ડભોઈ નજીકના નડા ગામે ખૂલ્લી જગ્યામાં ડભોઇ પોલીસના સ્ટાફે રેડ કરતા પાંચ જેટલા ઈસમો જુગાર રમતા પડાયા

ડભોઈ નજીકના નડા ગામે ખૂલ્લી જગ્યામાં  ડભોઇ પોલીસના સ્ટાફે રેડ કરતા પાંચ જેટલા ઈસમો જુગાર  રમતા પડાયા 



ડભોઇ પોલીસ ઇસ્પેક્ટર જે.એમ વાઘેલાને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે નડા ગામે ખૂલ્લી જગ્યામાં  કેટલાક ઇસમો પોતાના આર્થીક ફાયદા સારું રૂપિયા વડે ભેગા મળી  પત્તા પાના થી હારજીત નો જુગાર રમી રમાડે છે.અને તે ચોક્કસ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ નડા નવી નગરીમાં ખૂલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.જે  હકીકતના આધારે ડભોઇ પોલીસ સ્ટાફના જવાનો એ તે જગ્યા ઉપર દરોડો પાડતા સદર જગ્યા ઉપરથી પાંચેય ઈસમો ખૂલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ઝડપાયા હતા.


જેમાં (૧). ઈલેશભાઈ પરસોત્તમભાઈ માછી ઉ. વ, ૩૨ રહે. માછીવાડ, ડભોઇ, જી.વડોદરા,(૨). વિઠ્ઠલભાઈ રયજીભાઈ રાઠોડીયા ઉ.વ ૪૬ રહે. ફર્તીકુઈ ફળિયુ,વડા, તા. ડભોઇ,જી.વડોદરા,(૩). ભુપેન્દ્રભાઈ ઉર્ફે (ટીક્કો) મનુભાઈ ના.વા ઉ.વ ૪૫ રહે.ઠાકોર ફળિયું,નડા,તા.ડભોઈ, જિ.વડોદરા,(૪). શંકરભાઈ ભાઈલાલભાઈ તડવી  ઉ.વ.૩૨,રહે.ટેકરાવાળુંફળિયું,નડા,તા.ડભોઈ,જી.વડોદરા,(૫). અજયભાઈ નરસિંહભાઈ રાઠોડીયા ઉ.વ.૨૨.ડભોઈ ફળિયું,નડા,તા.ડભોઈ,જી.વડોદરા આ સદાય તમામ ઈસમોની અંગજડતી કરતા તેઓ પાસેથી રોકડા રૂપિયા ૪૦,૩૦૦/ - તથા દાવ ઉપરના રૂપિયા ૧૨,૨૭૦ તથા પત્તાપાના નં-૫૨ કી.રુ ૦૦/૦૦  મળી કુલ રૂપિયા ૫૨,૫૭૦/- નો મુદ્દામાલ કબજે કરી અને હાલમાં ચાલતી કોરોના ની વૈશ્વિક મહામારી ને લઇ સરકારશ્રીના જરૂરી નીતિનિયમોનું તેઓએ ઉલ્લંઘન કરી ગુનો કર્યો હોય તેઓની વિરુદ્ધમાં   જુગારધારાની કલમ ૧૨,ઈ.પી.કો.કલમ(૨૬૯), તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧(બી ) મુજબ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ સદર પાંચેય ઈસમોની ધરપકડ કરી આગળની કડક કાયદાકીય કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - નિમેષ સોની ડભોઇ


0/Post a Comment/Comments

Stay Conneted

Domain