ચોરી છળકપટથી મેળવેલ કેમેરા નંગ બે સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમે

ચોરી  છળકપટથી મેળવેલ કેમેરા નંગ બે સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમે 



ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.એચ.બી.સોઢાતર તથા પો.કો.ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા તથા પો.કો.ઇરફાનભાઇ સતારભાઇ અગવાન તથા પો.કો. ખેંગારસિંહ ચંદુભા ગોહિલ તથા પો.કો.રાહુલભાઇ કેશવભાઇ કંટારીયા તથા પો.કો.અશોકભાઇ હિરાભાઇ મકવાણા તથા પો.કો.મુકેશભાઇ બળવંતરાય મહેતા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં હતાં.


એ દરમ્યાન તળાજા જગાતનાકા દુઃખી શ્યામ સર્કલ નજીક પહોંચતા એક ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડતાં તેની સાથે બે બેગ(કીટ) માં ફોટા પાડવાનાં કેમેરા હોય જે અંગે તેને પુછપરછ કરતાં પોતે ફર્યું ફર્યું બોલતો હોય જેની પર શંકા જતાં રસ્તે પસાર થતાં બે પંચોના માણસો બોલાવી પંચો રૂબરૂ નામઠામ પુછતાં પોતે પોતાનું નામ વિકાસભાઇ સન/ઓ  વિરસિંગ કપ્તાનસિંગ ભદોરીયા ઉ.વર્ષ.૨૦.રહે સિહોર પ્રતાપનગર  પ્લોટ નંબર ૨૭- નેસડા ફાટક પાસે તા. સિહોર જી.ભાવનગર વાળોહોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમ પાસે બે  કાળાં કલરના રેકઝીનના બેગ(કીટ) હોય જેમાં નંબર (૧) બેગ કીટ માં જોતાં ૧ કાળાં કલરનો કેનોન કંપનીનો ૮૦ ડી લખેલ ફોટા પાડવાનો કેમેરો હોય જે કેમેરા નિચે જોતાં નંબર ૫૬૮૦૨૬૦૦૦૭૨૬ લખેલ છે જે કેમેરાની અંદાજીત કિંમત ૮૨,૦૦૦/ ગણી તથા એક કાળા કલરની બેટરી જેની ઉપર FORLPE ૬ લખેલ જેની કિંમત રૂ.૧૬૦૦/- ગણી તથા કેમેરાનું ચાર્જર કિ.રૂ.૨૦,૦૦/- ગણેલ નંબર (૨) કાળાં કલરનુ કેમેરાનું હેન્ડબેગ જેની અંદર ૧ કેનોન કંપનીનો ૭૦૦-ડી કાળાં કલરનો કેમેરો જેની ઉપર ડી-એસ-૧૨૬૪૩૧ લખેલ છે.


જેની અંદાજીત કિંમત રૂ. ૨૦,૦૦/- ગણેલ તથા કાળાં કલરનો કેમેરાનો લેન્સ જેની ઉપર ૧૮-થી-૫૫- લખેલ જેની કિ.રૂ.૫૦,૦૦/- ગણી તથા કેમેરાનું કાળા કલરનુ ચાર્જર જેની કિંમત રૂ. ૨૦,૦૦/- ગણી જે તમામ મુદ્દામાલ ની કિંમત રૂ. ૧,૧૨,૬૦૦/- ગણીમજકુર ઇસમને આ બંને કેમેરા બાબતે તે પોતે ક્યાંથી લાવેલ તે બાબતે પુછતાં કોઇ સંતોષકારક જવાબ આપતો નાં હોય આ બંને કીટમા રહેલ કેમેરાઓ તથા કેમેરાઓ ની વસ્તુઓ મજકુર ઇસમ કોઇ જગ્યાએ થી ચોરી-અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં સદરહું મુદ્દામાલ શક પડતી ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ મજકુર ઇસમને સી.આર.પી.સી.૪૧(૧) ડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain