અબડાસા તાલુકામાં પ્રોગ્રામ ઓફીસર બેને લીધી મુલાકાત

અબડાસા તાલુકામાં પ્રોગ્રામ ઓફીસર બેને લીધી મુલાકાત



આજ રોજ શ્રી જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ આઇ.સી. ડી.એસ શાખા ભુજ કચ્છ દ્વારા રાજ્ય સરકાર શ્રી ના પ્રોગ્રામ કિશોરીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાનું બે દિવસીય કાર્યક્રમ હોવાથી જીલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આકસ્મિક મુલાકાત લેતા સૌ પ્રથમ નખત્રાણા તાલુકાના માધાપર ત્યાર બાદ અબડાસા ઘટક-૨ ના સણોસરા, મોથાળા ૧,૨,૩,૪ અને તેરા -૩ આંગણવાડી કેન્દ્રો ની મુલાકાત લેવામાં આવી.



જેમાં સણોસરા, મો થાળા ૧,૨,૩,૪ આંગણવાડી કેન્દ્રો મા કાર્યક્રમની જાણકારી હોવા છતાં કાર્યક્રમ કરવામાં આવેલ ન હતું જ્યારે તેરા ગામની આંગણવાડી કાર્યકર હાજર હોવા છતા કાર્યક્રમ કરેલ ન હતો ઉપરાંત  આંગણવાડી કેન્દ્રમાં પૂરક પોષણ ના જથ્થાની ચકાસણી કરી ટી.એચ.આર જથ્થો વિતરણ કર્યા વિનાનું પડી રહેલ હતું.



ઉપરાંત સુખડી બનાવવા માટે ઘઉં, તેલ નો જથ્થો પેપર ઉપર નીલ હોવા છતાં ભૌતિક ચકાસણી કરતા ૧૮.૫૦૦ ગ્રામ જેટલું જથ્થો ઉપલબ્ધ હતો આ જથ્થા બાબતે આંગણવાડી કાર્યકર ને પૂછપરછ કરતા કોઈ જવાબ ઉપલબ્ધ ન હતો. 



મુખ્ય સેવિકા તેરા - ૧ સ્થળ ઉપર હાજર હોતા તેમના દ્વારા પણ આંગણવાડી કેન્દ્ર નિયમિત ખોલવામાં આવતો નથી અને સમય સર સુખડી બનાવી વિતરણ કરવા બાબતે સૂચના આપવા છતાં નિયમિત આપેલ ન હતી તેવું મુખ્ય સેવિકા દ્વારા જણાવવમાં આવેલ હતું . આ મુલાકાત દરમિયાન સેજાના મુખ્ય સેવિકા શ્રી સુરભીબેન ડોડીયા, ડિસ્મુ બ્લોક કો ઓર્ડીનેટર શ્રી રાજેશભાઈ કે ફૂફલ સાથે હાજર રહ્યા હતાં.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  અબડાસા કચ્છ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain