ગાંધીધામ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બેઠક યોજાઈ

 ગાંધીધામ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બેઠક યોજાઈ

ગાંધીધામ નગરપાલિકાએ બજેટ સભા બોલાવવામાં મોડુ કરતી હોવા અંગે વિપક્ષ દ્વારા ઉઠતા આક્ષેપો વચ્ચે આખરે સુધરાઈ માર્ચની અંતિમ તારીખે બજેટની ખાસ સભા બોલાવવામાં આવી હતી. આ સાથે સરકાર દ્વારા વ્યવસાય વેરાની થયેલી ગ્રાન્ટ ફાળવણી અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગાંધીધામ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બેઠક આજે શુક્રવારે સવારે 11: 30 વાગ્યે નગરપાલિકાના એસવીપી ટાઉનહોલ ખાતે યોજાઈ હતી. જેમાં કારોબારી સમિતિની ભલામણ અનુસાર ગાંધીધામ નગરપાલિકાનું વર્ષ 2022-23નું રીવાઈઝડ અંદાજપત્ર મંજુર કરવા, પાલિકાનું 2023-24નું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા વ્યવસાય વેરા ગ્રાન્ટ વર્ષ 2022-23ના ગાંધીધામ નગરપાલિકાને 10, 84, 413ની ગ્રાન્ટ ફાળવણી થયેલી હતી. 

જે ગ્રાન્ટમાંથી કયા કામો લેવાના છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવાનો એજન્ડા આ સભા માટે નિયત કરાયો હતો. જોકે ખાસ સામાન્ય સભા માત્ર 5 મિનિટ માજ પાસ-પાસ કહી સમેટાઈ દેવામાં આવી હતી. નોંધવુ રહ્યું કે, વિપક્ષી નેતા સમીપ જોશી દ્વારા આ અંગે પહેલા ચીફ ઓફિસર અને ત્યારબાદ આરસીએમ, રાજકોટ સુધી રજૂઆત કરીને ગુજરાત મ્યુનિસિપલ એક્ટનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવ્યું હતું. તેમણે રજૂઆત કરી હતી કે, નિયમાનુસાર બજેટની સભા 15 માર્ચ સુધી બોલાવી લેવાની રહે છે, પરંતુ પાલિકા દર વર્ષે તેમાં મોડુ કરે છે. જે પાછળ આવક કરતા ખર્ચ ઘણો કરી નાખતા નવડા ન મળતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. દરમિયાન પ્રમુખ અને સીઓ દ્વારા આગામી બજેટ સભા આજે બોલાવાઈ હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain