ફતેગઢ માં જીઆરડી જવાનો ઉપર હુમલો..5 સામે એટ્રોસિટી દાખલ થતાં ચકચાર..

ફતેગઢ માં જીઆરડી જવાનો ઉપર હુમલો..5 સામે એટ્રોસિટી દાખલ થતાં ચકચાર..


ધોકા લાકડીઓ વડે માર મારી ને બાઈક માં પણ નુકસાન કર્યું.!!

રાપર તાલુકા ના ફતેગઢ ગામે હોળી ના બંદોબસ્ત દરમિયાન ગામ નાજ બે જીઆરડી જવાનો ઉપર પાંચ સખ્સો એ હીંચકારો હુમલો કરતા પોલીસ બેડા માં ચકચાર મચી જવા પામી હતી જેમા પ્રાથમિક વિગતો મુજબ રાપર તાલુકા ના ફતેગઢ ગામે ફરજ બજાવતા જીઆરડી મોહનભાઇ પી ગોહિલ અને નરેશ પ્રેમજી ગોહિલ ગામ માં હોળી નો તહેવાર હોઈ સાંજ ના અરસા માં હોળી ના બંદોબસ્ત માં હોતા તે દરમિયાન ફતેગઢ ત્રણ રસ્તા પેટ્રોલપંપ નજીક બાઈક લઈ ને રાઉન્ડ માં જતા હતાં 


તે દરમિયાન ફતેગઢ ગામ ના દિનેશ રામજી કોલી  સામે થી પૂરપાટ ઝડપે બાઈક લઈ ને આવતા બને બાઈકો ની સામાન્ય ટક્કર થઈ હતી જેમા આરોપી ધ્વરા ગાળાગાડી કરતા ફરિયાદી નરેશ પ્રેમજી ગોહિલ ના કાકા મોહનભાઇ ગોહિલ વચ્ચે પડતાં અને ગાળાગાળી કરવાની ના પાડતા આરોપી દિનેશ રામજી એક્દમ ઉશ્કેરાઈ ને મોબાઈલ ફોન કરી ને તેના ભાઈઓ અને બનેવી જેમા પ્રભુ રામજી, રમેશ રામજી,અને રામજી સંભુ કોલી નો જમાઈ અને એક અજાણ્યો ઇસ્મ ધોકા લાકડી જેવા હથિયારો લઈ ને ચાંયણા માતાજી નાં મંદિર ખાતે ઘસી આવ્યા હતાં અને બને કાકા ભત્રીજા જીઆરડી જવાનો સાથે બોલાચાલી કરી ને જાતિ અપમાનિત કરી ને મારી ને બને ઉપર ખૂની હુમલો કર્યો હતો જેમા બને ને હાથ, પગ સહિત ના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેની જાણ રાપર પોલીસ ને કરતા રાપર પોલીસ ધ્વરા બને ને રાપર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં જેની એટ્રોસિટી એક્ટ તળે ફરિયાદ દાખલ કરી ને વધુ તપાસ રાપર પોલીસે હાથ ધરી હતી તો જીઆરડી ના જવાનો ઉપર આ પ્રકારે હીંચકારો હુમલો થતાં પોલીસ બેડા માં દોડધામ મચી પડી હતી


0/Post a Comment/Comments

Stay Conneted

Domain