કચ્છ મા બુટલેગરો બેફામ ને ખાખી વર્દી નું મહત્વ ઘટાડવા કોનો ઈરાદો? ચર્ચાઓ ટોક ઓફ ટાઉન

કચ્છ મા બુટલેગરો બેફામ ને ખાખી વર્દી નું મહત્વ ઘટાડવા કોનો ઈરાદો? ચર્ચાઓ ટોક ઓફ ટાઉન 

પોલીસ કમૅચારી નીતા ચૌધરી ના બુટલેગરો સાથે કેટલું કનેક્શન ને  કોના ભેજાની માસ્ટરી? 

ક્યાંક ઉપરી અધિકારીઓ કે અન્ય બુટલેગર દ્વારા રચાયેલ ઝાળ માં નિતા ચૌધરી ની ફસામણી તો નહીં કોર્ટ ના આદેશ પર સૌની નજર?

નીતા ચૌધરીના જામીન વિરૂદ્ધ અપીલની કોર્ટમાં સુનાવણી પૂર્ણ ર્સસ્પેન્ડેડ કોન્સ્ટેબલના નીચલી કોર્ટે જામીન મંજૂર કરતાં અપીલ કરાઈ હતી બુટલેગર સાથે થાર જીપમાં પકડાયા બાદ થાર જીપ ચડાવીને પોલીસની હત્યાનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની જામીન અરજી ચીફ કોર્ટે મંજૂર કર્યા બાદ ભચાઉ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી, જેની સુનાવણી સોમવારે પૂર્ણ થઇ હતી. આવતીકાલ તા. ૯ જુલાઇના રોજ કોર્ટ દ્વારા અપીલ અંગે ચુકાદો આપવામાં આવશે.

ચોપડવા ઓવરબ્રિજ નીચે બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને મહિલા કોન્સ્ટેબલની થાર જીપને અટકાવવાના પોલીસે પ્રયાસ કર્યો હતો, જેમાં થારની ટક્કરે પીએસઆઈની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ભચાઉના પી.આઈ.એ બંનેને ઝડપી પાડયા હતા અને બંનેની સામે હત્યાનો પ્રયાસ તથા પ્રોહિબિશનને લગતા જુદા- જુદા ગુનાઓ નોંધાયા હતા.

ભચાઉની ચીફ કોર્ટે આરોપી મહિલા કોન્સ્ટેબલના જામીન મંજૂર કર્યા હતા તેથી ભચાઉ પોલીસ દ્વારા જામીન સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ હતી. જેની સુનાવણી શનિવારે હાથ ધરાઈ હતી પરંતુ મહિલા આરોપીના વકીલ દ્વારા સાત દિવસની મુદતની માગણી કરાતાં સેશન્સ કોર્ટે અપીલ અંગેની સુનાવણી માટે સોમવાર મુકરર કર્યો હતો. કોર્ટ દ્વારા સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા હતા અને હવે આવતીકાલ તા.૯ જુલાઇના રોજ ચુકાદો આપવામાં આવશે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain