જૂનાગઢ તાજેતરમાં ગેસનો બાટલો ફાટતા એક જ પરિવારના ત્રણ ભોગ બન્યા હતા આજ પરિવારને વધુ એક લિકેજ બાટલો પધરાવાતા હોબાળો
પરિવારની જાગૃતતાએ બીજો અકસ્માત ટાળ્યો પરંતુ ફરિયાદ સાંભળવા વાળું કોઈ નથી તેવો વસવસો વ્યક્ત કર્યો.
પરિવાર પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે એજન્સી વાળા ઘરેથી લીકેજ રીફીલ ઉપાડી ગયા
વિસ્તારમાં છાસવારે એજન્સીઓ વાળા લીકેજ બાટલા સપ્લાય કરતા હોવાથી અનેક નાના અકસ્માતો બનતા હોવાની ચર્ચા
જૂનાગઢ તા.૦૬,જૂનાગઢ શહેરના ગણેશ નગર વિસ્તારમાં તાજેતરમાં ગેસનો બાટલો ફાટતા એક જ પરિવારના ત્રણ ભોગ બન્યા હતા ઘટનાના પગલે આખાય વિસ્તાર સહિત પંથકમાં ભારે ચકચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી આજ પરિવારના ઘરે વધુ એક ગેસનો બાટલો ડિલિવરી થયો હતો પરિવાર તાજેતરમાં અકસ્માત નો ભોગ બન્યો હતો જેના કારણે જાગૃત હોય ગેસનો બાટલો ચેક કરતા લીકેજ હોવાનું જાણવા મળતા પરિવાર આશ્ચર્ય ચકિત થયો હતો અને ટેલિફોનિક આ મામલે જવાબદારો સાથે ચર્ચા કરી હતી પરંતુ દાદ ના મળતાં પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો આ દરમિયાન એજન્સી વાળા ઘરૈ પહોંચી લીકેજ બાટલો ઉઠાવી ગયા હતા આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આખા વિસ્તારમાં છાસવારે જવાબદારો લીકેજ બાટલા પધરાવી જાય છે જેના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે આ સંદર્ભે તંત્રના અધિકારીઓ જાગ્રુતતા દાખવી લીકેજ બોટલો ડીલીવરી થતી અટકાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે
બનાવની સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરના ગણેશ નગર વિસ્તારમાં તાજેતરમાં એક પરિવારના પતિ,પત્ની,અને તેનું માસુમ બાળક અકસ્માતનો ભોગ બનેલા જેમાં સ્વ. દત વિજય કટારીયા. નું ૦૪,સપ્ટેમ્બર સ્વ. વિજય કાનજીભાઈ કટારીયા.નું ૦૭,સપ્ટેમ્બર અને સ્વ. મનીષા વિજયભાઈ કટારીયા. નું ૦૯,સપ્ટેમ્બર ના રોજ સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું પરિવાર પર જાણે આભ ફાટયું હોય તેમ હજુ પરિવાર આ આઘાત જનક ઘટનાની ગમગીની માંથી બહાર આવ્યો નથી ત્યારે પરિવારના હિતેશ કાનજીભાઈ કટારીયા કાનજીભાઈ માવજીભાઈ કટારીયા અને જીવતિબેન કાનજીભાઈ કટારિયા એ જણાવ્યું હતું કે આજે ગેસનો બાટલો એજન્સીમાં ઓર્ડર લખાવ્યા બાદ ડીલીવરી કરવામાં આવ્યો હોય જેમાં ગેસની વાસ આવતી હોય પાણીથી ચેક કરતા લીકેજ હોવાનું જાણવા મળ્યું હતું જવાબદારોને આ મામલે ટેલીફોનીક સંપર્ક કરતા દાદ માગી ના હતી જેથી પરિવાર પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયો હતો આ દરમિયાન એજન્સી વાળા લીકેજ બાટલો ઘરે આવી બદલાવી ગયા હતા
પરિવારે વધુમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં જવાબદારોની બે દરકારી ના કારણે છાસવારે લીકેજ બાટલા પધરાવાય છે અને એના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે આ મામલે તંત્રના જવાબદાર અધિકારીઓ લોકોની સલામતી માટે રસ દાખવી જરૂરી પગલા લે જેથી અમારા પરિવારનો માળો વિખાયો તેમ બિજા કોઈપણ પરિવાર આવી ઘટનાનો ભોગ ના બને આ સંદર્ભે જરૂરી પગલા લેવા સ્થાનિકોમાં પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. રીપોર્ટ બાય - શૈલેષ પટેલ......જૂનાગઢ
Post a Comment