બનાસકાંઠા: નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર અને અધિકારી 45 હજારની લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા: નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર અને અધિકારી 45 હજારની લાંચ લેતા ઝડપાયા

મેનેજર આશાબેન નાયકની 45,000 રૂપિયાની લાંચ લેતા અટકાયત કરી હતી

મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરીમાં રહેવા માટે 45 હજારની લાંચ લેતા નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીની એન્ટી કરપ્શન બ્યુરોએ અટક કરી હતી. આ કેસના ફરિયાદીના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠામાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરીમાં રહેવું હોવાથી તેમણે બનાસકાંઠાના પાલનપુર સ્થિત જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી નરેશ વી.મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર આશાબેન પી.નાયકનો સંપર્ક સાંધ્યો હતો.

જેમાં બન્ને જણાએ ફરિયાદીના પતિને કરાર આધારિત નોકરીમાં રાખવા માટે ત્રણ મહિનાનો પગાર રૂ.45,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ પાલનપુર સ્થિત નારી સંરક્ષણ કેન્દ્રમાં જાળ બિછાવીને મહિલા મેનેજર આશાબેન નાયકની 45,000 રૂપિયાની લાંચ લેતા અટક કરી હતી. ઉપરાંત આ કેસમાં મદદગારી કરનારા નરેશ મેણાતની પણ અટકાયત કરી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain