ગૃહવિભાગના આદેશ હેઠળ કચ્છ પોલીસ વિભાગમાં ભરતી, પશ્ચિમ કચ્છ SP તરીકે વિકાસ સુંડાની નિમણૂંક
ગૃહવિભાગના આદેશ હેઠળ કચ્છ પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવી છે. કચ્છમાં લાંબા સમયથી ખાલી પડેલી SP ની ભરતી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં આવેલા SP પદ ઉપર વિકાસ સુંડાની નિમણૂંક કરાઈ છે. જ્યારે IPS આર.વી.ચુડાસમાને આણંદ પોલીસ અધિક્ષકના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે IPS આર.વી.ચુડાસમાને આણંદ પોલીસ અધિક્ષકનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
ગૌરવ જસાણી તાલીમ પૂર્ણ કરી આવતા આર.વી.ચુડાસમા વધારાના હવાલામાંથી કરાયા મુક્ત - ગૃહવિભાગના આદેશની વાત કરીએ તો શ્રી ગૌરવ જસાણી, આઈ.પી.એસ.(ગુજ:૨૦૧૮), પોલીસ અધિક્ષક, આણંદ "IPS Induction Training Course" ની તાલીમમાં ગયેલ હોવાથી પોલીસ અધિક્ષક, આણંદની જગ્યાનો વધારાનો હવાલો શ્રી આર.વી.ચુડાસમા, આઇ.પી.એસ.(ગુજ:૨૦૧૧), સેનાપતિ, રાજ્ય અનામત પોલીસ દળ, ગુપ-૯, વડોદરાને તેઓની હાલની કામગીરી ઉપરાંત સોંપવામાં આવે છે. શ્રી ગૌરવ જસાણી, આઇ.પી.એસ. તાલીમ પૂર્ણ કરી કરજ પર હાજર થયેથી શ્રી આર.વી.ચુડાસમા, આઇ.પી.એસ.ને વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવે છે.
પશ્ચિમ કચ્છમાં આવેલા SP પદ ઉપર વિકાસ સુંડાની નિમણૂંક - નાયબ પોલીસ મહાનિરીક્ષક, કચ્છ(પશ્ચિમ)-ભુજની ખાલી જગ્યાને પોલીસ અધિક્ષક, કચ્છ(પશ્ચિમ)-ભુજ તરીકે ડાઉનગ્રેડ કરીને સદર ખાલી જગ્યાનો વધારાનો હવાલો શ્રી વિકાસ સુંડા, આઈ.પી.એસ.(ગુજ:૨૦૧૮) (હાલ નિમણૂંક માટે પ્રતિક્ષા હેઠળ)ને અન્ય હુકમો ના થાય ત્યાં સોંપવામાં આવે છે.
Post a Comment