કચ્છ માં ખાણ ખનીજ વિભાગ ભષ્ટ્રાચાર માં ઓતપ્રોત
ભચાઉ તાલુકાના માં મોટો ચાલી રહેલ કાળો કારોબાર કોણ છે માસ્ટર માઈન્ડ ??? ક્યારે આવશે હાથમાં ??? સિસ્ટમ ક્યાથી ચાલે તે પણ એક વિષય???
સરકાર બે હાલ, અને અધિકારીઓ માલા માલ, ભચાઉ તાલુકા માં મોટો ચાલી રહેલ રેતી નો કાળો કારોબાર
કચ્છ માં ખાણ ખનીજ વિભાગ ભષ્ટ્રાચાર માં ઓતપ્રોત લાંચીયા અધિકારીઓ ના કારણે ઠેરઠેર બદનામી શું ખરેખર ગેરકાયદેસર રેતી ચોરી અટકાવશે કે પછી ?
ભચાઉ કચ્છ જિલ્લાની ખાણ ખનીજ કચેરીના લાંચિયા અને અધિકારી તેમજ ઝોનના જિલ્લાઓની સ્ક્વોડના મહત્વની જવાબદારી સરકારે સોંપી હોવા છતાં કોઈ નૈતિક જવાબદારી સરકારી તિજોરીના હિતમાં નિભાવી નથી અને સૌથી પ્રમાણમાં રાજ્યવ્યાપી ખનીજ ચોરી કરી રાજ્ય સરકારને આર્થિક નુકશાન કર્યું તે બાદ હવે કચ્છ જિલ્લાની ખાણ ખનીજ વિભાગ તરફથી ગેર કાયદેસર રેતી ખનન કરવામાં આવતાં ચોરો પર લગામ કયારે? અગાઉ ભચાઉ તાલુકા કચ્છ જીલ્લામાં કેટલા ટન ખનન થયું હશે તે આ રેતી ખનન ઝડપાયું તેના પરથી વાસ્તવિકતા સાબિત થાય છે. લાંચિયા અને કચ્છ જિલ્લામાં સૌથી ભ્રષ્ટ અધિકારીએ કચ્છ જિલ્લામાં ખનીજ ખનન કરાવીને કચ્છ જિલ્લાને કલંકિત કરવામાં કોઈ કસર છોડિ નથી. કચ્છ જિલ્લાની ખાણ ખનીજ કચેરીના લાંચિયા અને ભ્રષ્ટ અધિકારી તેમજ જેની જિલ્લાઓની સ્ક્વોડના મહત્વની જવાબદારી સરકારે સોંપી હોવા છતાં કોઈ નૈતિક જવાબદારી સરકારી તિજોરીના હિતમાં નિભાવી નથી અને સૌથી વધુ પ્રમાણમાં રાજ્યવ્યાપી ખનીજ ચોરી કરી રાજ્ય સરકારને આર્થિક નુકશાન કર્યું તે બાદ હવે કચ્છ જિલ્લાની ખનીજ વિભાગ તરફથી ગેર કાયદેસર રેતી ખનન કરવામાં આવતાં અગાઉ કચ્છ જિલ્લામાં કેટલા ટન બંધી રેતી ખનન થયું હશે લાખો મેટ્રિક ટન ચોરીનો પર્દાફાશ થશે કે કેમ..? તે એક સવાલ છે. વાસ્તવમાં કચ્છ જિલ્લામાં કેટલી કયા ગેરકાયદેસર ખનીજ માફીયાઓ પાસેથી લાંચ મેળવી તે હકીકત બહાર આવશે તો કેટલાંય રાજકીય તેમજ રાજ્ય સરકારની કચેરીઓના અધિકારીઓની ખનીજ દલાલી લેનારાઓનો પર્દાફાશ થશે તેવા ભ્રષ્ટ સવાલો વહિ રહ્યા છે? હાલમાં જે ભચાઉ તાલુકામા મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે કચ્છ જિલ્લામાં અગાઉ રેતી ની સાથે સાથે બીજી અનેક વધુ કુદરતી ખનિજનું કેટલા ટન ખનીજ ખનન ચોરટાઓ ચોરી કરી ગયા હશે...? વરિષ્ઠ અધિકારી એવા વર્ગ-૧ ના અધિકારીએ સરકારને વફાદાર રહેવાને બદલે ગેર કાયદેસર ખનીજ માફીયાઓ સાથે અનેક જગ્યાએ ભાગીદારી કરીને સરકારી તિજોરીને તો રેતી કરોડો અબજોની આર્થિક નુકશાન તો કર્યું પરંતુ તેની સાથે સાથે જે કાયદેસરની રોયલ્ટી ગ્રાન્ટ પ્રભાવિત વિસ્તારો, જિલ્લા, તાલુકા, તેમજ ગ્રામ પંચાયતોને ફાળે આવવી જોઈએ તેમને પણ આર્થિક સ્ત્રોત માં નુકશાન કરેલ છે. ત્યારે જે તે વિસ્તારોની ગ્રામ પંચાયતોએ પણ રોયલ્ટી નુકશાની થઈ તેની સામે રજૂઆત કરવાની માંગ ઉઠે તો નવાઈ નહિ...!! તેમાં પણ ખનીજ માફીયા સાથે મિસ્ટર જાણીએ TP એટલે કે તોડપાણી કરી લીધું હોવાની વિગતો પ્રકાશમાં આવે તો નવાઈ નહી..? ભચાઉ તાલુકામાં પણ લાખો ટન રેતી ખનન કરીને ખેતરોમાં તેમજ રસ્તાની તદ્દન નજીકમાં જ ખનીજના નિયમોનો , ભંગ કરીને ૧૦૦ ફૂટ થી વધુ પ્રમાણમાં ઊંચા ઊંચા રેતીના ડુંગરા ? બનાવી સ્ટોક કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સ્ટોક કાયદેસર લીઝ ધારકોના છે કે પછી ગેર કાયદેસર લીઝ હોલ્ડરોનાં છે..? તેમાં કોઈ ખનીજ કચેરીના દલાલો એજન્ટો ની ભાગીદારી હશે કે કેમ? તે તો તપાસ થાય તો જ ખબર પડે..? આમ મોડે મોડેથી કચ્છ જિલ્લાનું ખનીજ તંત્ર સક્રિય ક્યારે બનશે ? - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
Post a Comment