ઇન્ડિયન ઓઇલ કોર્પરેશન લિમિટેડ કંપની દ્વ્રારા શ્રી સૂરજબારી પ્રા. શાળામાં સ્વચ્છતા પખવાડ્યું અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
ઇન્ડિયન ઓઇલ કોર્પરેશન લિમિટેડ કંપની દ્વ્રારા શ્રી સૂરજબારી પ્રા. શાળામાં સ્વચ્છતા પખવાડ્યું અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. IOCL ડિપાર્ટમેન્ટ માંથી પધારેલ શ્રી નરેન્દ્ર બહેરા સાહેબ, શ્રી શાહનવાઝ સાહેબ તથા IOCL ડિપાર્ટમેન્ટ નો સ્ટાફ ને શ્રી સૂરજબારી પ્રા. શાળા ના આચાર્યશ્રીએ તેમનું સાલ અને પુસ્તક દ્વ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી સૂરજબારી પ્રા. શાળા ના બાળકો ને શ્રી શાહનવાઝ સાહેબ દ્વ્રારા બાળકો ને સ્વચ્છતા અને વૃક્ષોનું પર્યાવરણ માં શું મહત્વ છે તેના વિશેની માહિતગાર કરવામાં આવ્યા ત્યારબાદ બાળકોને સ્વચ્છતા કીટ વિતરણ કરવામાં આવી હતી.
ત્યાર પછી IOCL ડિપાર્ટમેન્ટ ના મેનેજર સાહેબશ્રી નરેન્દ્ર બહેરા સાહેબ તથા શ્રી શાહનવાઝ સાહેબ તથા તેમના સ્ટાફ અને શાળાના બાળકો દ્વ્રારા શાળાના પટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. છેલ્લે શ્રી સૂરજબારી પ્રા શાળા ના આચાર્યશ્રી નરેશભાઈ સોલંકી સાહેબે શાળા વતી IOCL ડિપાર્ટમેન્ટ નો આભાર વ્યક્ત કરી શાળાનો આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Post a Comment