ગુજરાત સરકાર માં કચ્છ ના રણ માં મીઠું પકવતા અગરીયા ઓને વગર રોયલ્ટી એ ઓવર લોડ વાહનો ભરી જવા દેવામાં સ્થાનિક પોલીસ ને ડી.વાય.એસ.પી નૈ કેટલી મલાઇ મોકલવી પડે છૈ તે ચચૉ ટોક ઓફ ધ ટાઉન

 ગુજરાત સરકાર માં કચ્છ ના રણ માં મીઠું  પકવતા અગરીયા ઓને વગર રોયલ્ટી એ ઓવર લોડ વાહનો ભરી જવા દેવામાં સ્થાનિક પોલીસ ને ડી.વાય.એસ.પી નૈ કેટલી મલાઇ મોકલવી પડે છૈ તે ચચૉ ટોક ઓફ ધ ટાઉન

ભચાઉ ડી.વાય.એસપી સાગર સાંબડા ના કાળા કામો ની તપાસ કોણ કરશે ?

પોતાના કાર્યકાળમાં હંમેશા વિવાદિત કાર્યમાં રસ ધરાવતા અધિકારી પર કોની મીઠી નજર.

ભચાઉ, ડી.વાય.એસ.પી દ્વારા અમરસર ગામના ખેડૂતોને માર મારી ધમકી આપવામા આવી ભચાઉ તાલુકાના કડોલ રણ ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં થી ગેરકાયદેસર લીઝ વગર વર્ષોથી કરોડો રૂપિયા નું મીઠું પકવી સરકારને લાખો રૂપિયા ની રોયલ્ટી નું નુકશાન કરવામાં આવી રહ્યું છે. રણમાફીયાઓ દ્વારા અંદાજે ૬૦ હજાર એકરમાં ગેરકાયદેસર મીઠાના અગરો ચલાવવા આવી રહ્યા છે. રોજિદા ૪૦૦ થી વધારે મોટા ટ્રક અને અન્ય ભારે વાહનો ઓવરલોડ માલ ભરીને ગ્રામ માર્ગો એ થી પસાર થાય છે.જેના કારણે કડોલ,નેર, અમરસર, બંધડી વગેરે ગામોના સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચે બનેલા રોડ ને ભારે નુકશાન થાય છે. રસ્તા તૂટી ગયા છે. ઓવરલોડ વાહનો દ્વારા ગામડાઓમાં પશુઓ તથા જાન માલને વારંવાર અકસ્માત કરીને મોટાપાયે નુકશાન પહોંચાડવા માં આવે છે.

તાજેતર માં બનેલ ઘટના માં મળેલ માહિતી મુજબ ગામના લોકો રણમાફીયાઓ ને રોકવા આગળ આવે તો પોલીસની ગામના નિર્દોષ લોકો ઉપર ખોટી પોલીસ ફરિયાદો કરી રણમાફીયાઓને છાવરે છે. ઓવરલોડ ગાડીઓ થી તુટેલા રોડ ઉપર પસાર થતા બિમાર કે વૃદ્ધ લોકો તથા પ્રસુતા સ્ત્રીઓ ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેટલાક લોકોનો તો જીવ ગુમાવવાનો વારો આવેલ છે. ગેરકાયદેસર ઓવરલોડ ગાડીઓ થી કંટાળી ત્રાસીને અમરસર તથા આ વિસ્તારના ગામડાઓમાં રહેતા સામાજિક, રાજકીય આગેવાનો દ્વારા પોલીસ વિભાગને અનેક વખત લેખિત રજૂઆતો કરેલ છે. પ્રાણતું પરિણામ વિપરીત મળેલ છે. મીઠાના આ અવૈધ ધંધાર્થીઓ તથા ભચાઉ પોલીસ અધિકારી ડી.વાય.એસ.પી સાહેબની મિલીભગતને કારણે મળતીયાઓ દ્વારા ઓવરલોડ પરિવહન અંગે રોકડા લેતી દેતી વ્યવહાર થવાની લોકોચર્ચા એ વધુ વેગ પકડયો છે.

ઉપરોકત બાબતે ગુજરાત પ્રદેશ કર્મચારી અને કામદાર સંઘના નેજા હેઠળ અમરસર તથા આસપાસના ગામ લોકોને સાથે રાખી એસ.પી સાહેબ, પૂર્વ કચ્છ પોલીસને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ બાબતથી નારાજ થઈ અને ખાર રાખી ભચાઉ ડી.વાય.એસ.પી દ્વારા અમરસર ગામના ખેડૂત આગેવાનોને ડી.વાય.એસ.પી ની કચેરી ખાતે રુબરુ બોલાવી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી, અભદ્ર ગાળો બોલી ઢોરમાર મારેલ અને ધમકી આપેલ કે જો તમે લોકો આ ઓવરલોડ પરિવહન અંગે ક્યાંય વિરોધ કરશો તો જેલમાં પૂરી દઈશ. ડી.વાય.એસ.પી "સાગર સાંબડા" દ્વારા તાજેતરમાં કાનમેર નાના રણમાં બનેલા જૂથ અથડામણમાં એક કોળી યુવાનના ખુનના આરોપીઓ કે જે આ જૂથ અથડામણ માં જોડાયેલ હતા.

અધિકારીશ્રી ના મળતિયા હતા તેમના નામ પોલીસ ફરિયાદમાં થી કઢાવવાના આક્ષેપ થયેલ છે. જેથી જનહિતમાં આ બાબતે ઝડપી યોગ્ય કાર્યવાહી કરીને આવા નિરંકુશ, કાયદા વિરુદ્ધ પદ અને સતાનો દુરુપયોગ કરનારા, ભયનો માહોલ બનાવનાર અધિકારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામા ઉચ્ચ કક્ષામાં રજુઆત કરી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain