કચ્છ ના સામખિયાળી માં બે મિત્રો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં મધ્યરાત્રીએ છરી ઝીંકી એક યુવકનુ થયું મોત પોલિસ બની સક્રિય

કચ્છ ના સામખિયાળી માં બે મિત્રો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં મધ્યરાત્રીએ છરી ઝીંકી એક યુવકનુ થયું મોત પોલિસ બની સક્રિય

કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીમાં દશામાના મંદિર પાસે રહેતા બે મિત્રો વચ્ચે ગત મધરાતના કોઈ બાબતે બોલાચાલી થયા પછી મામલો વધુ ઉગ્ર બનતાં મિત્રે ઉશ્કેરાઈ જઈ પોતાના પાસે રહેલી છરી વડે હુમલો કરી મિત્રનું જ ઢીમ ઢાળી દઈ નાસી ગયો હતો. આ અંગે સામખિયાળી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ કચ્છના સામખિયાળીમાં આવેલા દશામાના મંદિર પાસે રહેતા ગફુર ઈસ્માઈલ મન્સૂરી અને વિનોદ લુહાર નામના મિત્રો વચ્ચે ગત રાત્રિના કોઈ બાબતે બોલાચાલી થવા પામી હતી. આ મામલો વધુ બિચકતાં વિનોદ લુહાર નામના શખસે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરી વડે તેના જ મિત્ર ગફુર ઈસ્માઈલ મન્સૂરી પર છરી વડે હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું. મિત્રની હત્યા કર્યા પછી આરોપી વિનોદ લુહાર નામનો શખસ નાસી છુટ્યો હતો. આ બનાવની જાણ થતાં પી.એસ. આઈ. વી.આર.પટેલ તથા તેમની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આ બનાવના પગલે પોલીસે હત્યારાને ઝડપી લેવા સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવાની સાથે અલગ અલગ ટીમો દ્વારા ચક્રો ગતિમાન બનાવ્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain