રાપરના શિક્ષકે આત્મ વિલોપન ચીમકી આપતા ચકચાર

 રાપરના શિક્ષકે આત્મ વિલોપન ચીમકી આપતા ચકચાર

અરજણ ડાંગર પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ટીપીઈઓ રાપરની કનડગતના કારણે શિક્ષક આત્મવિલોપન કરવા મજબૂર

રાપર તાલુકામાંથી પાટણ જિલ્લામાં બદલી થયેલ શિક્ષક વિપુલભાઈ જ્યંતીભાઈ પટેલ કેલીવાડી પ્રા. શાળાનો કેસ PRAISA સોફ્ટવેરમાં ઓનલાઈન ટ્રાન્સફર ન થતા પગાર અટકેલો હોય એમની પે સેન્ટર શાળાના આચાર્ય અને  તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણ ડાંગર અને ટીપીઓ આંબાલાલ મકવાણા તેમજ ડીપીઈઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કેસ ટ્રાન્સફર થયેલ ન હોય શિક્ષક જયંતિલાલ પટેલે પહેલી ડિસેમ્બર-૨૦૨૩ ના રોજ રાપર તાલુકા પંચાયત શિક્ષણ શાખા પાસે સોસીયલ મીડિયા દ્વારા આત્મવિલોપનની જાહેરાત કરતા જણાવ્યું કે  મારા આત્મવિલોપનની સઘળી જવાબદારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણ ડાંગર અને ટીપીઈઓ આંબાલાલ મકવાણાની રહશે એવી જાહેરાત કરતા ચકચાર મચી ગઈ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain