દાંતા OBC ડિપાર્ટમેન્ટ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા બાબત આવેદન પત્ર પાઠવ્યું

 દાંતા OBC ડિપાર્ટમેન્ટ  કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા બાબત આવેદન પત્ર પાઠવ્યું..

તાજેતરમાં બિહાર રાજ્ય માં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી અને તેના આંકડા બીજી ઓક્ટોબર  2023 ના રોજ જાહેર કરવામાં આવ્યા. તેવી જ રીતે ઓડિશામાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી. તો ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે. તો  આ સાથે તે પણ સ્પષ્ટપણે જાણી શકાશે કે ઓબીસી, એસ.સી, અને એસ. ટી, માઈનોરીટી અને જનરલ માં સમાવેશ થતી તમામ જાતિઓ માં કઈ જાતિની જન સંખ્યા કેટલા પ્રમાણમાં છે અને તેમને કેટલો  રાજકીય, આર્થિક તેમજ શૈક્ષણિક અને નોકરી માં લાભ મળ્યો છે. આમ સમગ્ર સમાજનું ચિત્ર સ્પષ્ટ થશે અને કોઈ જાતિ વિકાસ થી વંચિત રહી ગયેલ હોય અને કોઈ જગ્યાએ આ જાતિ ને પ્રભુત્વ ના મળી શક્યું હોય તો તેના કારણો શોધી તેનું નિરાકરણ લાવી જે તે જાતિ ના વિકાસ માટે પગલાં લઈ શકાય. આમ સમગ્ર રાષ્ટ્ર માં ભાઈચારા અને બંધુત્વ ની ભાવના જાગૃત થઈ શકે છે.

અમુક જાતિઓનો વર્ગ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે.  આમ આવી જાતિ પોતાનો અને પોતાની જાતિનો વિકાસ સરસ રીતે કરી શકે છે. હવે વાત રહી જે જાતિઓ વિકાસ થી વંચિત છે અને તેમને પોતાની જાતિના વિકાસ માટે જે તે જાતિઓ નો સમૂહ બનાવી તે જાતિઓને સામાજિક અને નોકરીની બાબત માં અગ્રતાક્રમ આપવામાં આવે  તો તેઓનો વિકાસ થઇ શકે છે . આવું જી રોહિણી કમિશન ની વર્ષ 2021 ના કેન્દ્ર સરકાર ને સોંપેલ રિપોર્ટ માં ઓબીસી સમાજ માટે કહેવામાં આવ્યું હતું.

અગાઉ પણ પહેલા જાતિ આધારિત વસ્તી ગણતરી થતી હતી. ભારતમાં વર્ષ 1951 થી 2011 સુધી દર 10 વર્ષે વસ્તી ગણતરીની કામગીરી કરવામાં આવે છે. પરંતુ દરેક વસ્તી ગણતરીમાં, SC અને ST એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગણતરીના ડેટા અલગથી આપવામાં આવે છે, પરંતુ અન્ય જાતિના નહીં. જો કે, 1931 સુધી જ્યારે ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી, તે ચોક્કસપણે જાતિ આધારિત હતી.        

1941 માં, જાતિના આધારે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે પ્રકાશિત થયો ન હતો. જો કે, આનાથી દેશમાં ઓબીસી એટલે કે અન્ય પછાત જાતિઓની વસ્તી કેટલી છે તેનો અંદાજ લગાવવો થોડો મુશ્કેલ બન્યો. ઓબીસીમાં કેટલા વર્ગો છે અને અન્યમાં કેટલા છે. મંડલ કમિશને અનુમાન લગાવ્યું હતું કે દેશમાં ઓબીસીની વસ્તી લગભગ 52 ટકા છે. કેટલાક અન્ય લોકો નેનલ સેમ્પલ સર્વેના આધારે આ અનુમાન લગાવે છે, જ્યારે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના અંદાજ અલગ-અલગ હોય છે.

તમામ OBC જાતિઓને અનામતના લાભ માટે રચવામાં આવેલ રોહિણી પંચે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપી દીધો છે. આયોગે ઓબીસી અનામતને ત્રણ-ચાર ભાગમાં વહેંચવાનું સૂચન કર્યું છે.રોહિણી કમિશને ઓબીસી અનામતની વહેંચણી માટે વર્ગીકરણ સૂચવ્યું છે, જેમાં 27 ટકા અનામતને ત્રણ કે ચાર ભાગમાં વહેંચી દેવી જોઈએ અને ઓબીસીની વંચિત જાતિઓને લાભના દાયરામાં લાવવા જોઈએ. આ માટે તેમણે પહેલું સૂચન આપ્યું છે કે ઓબીસીને 3 ભાગમાં વહેંચવામાં આવે, જેમાં 10 ટકા અનામત એવી જ્ઞાતિઓને આપવામાં આવે જે અનામતના લાભથી વંચિત છે અને બાકીની 17 ટકાને બે કેટેગરીમાં વહેંચવી જોઈએ. આ પછી, અન્ય એક સૂચન કરવામાં આવ્યું છે કે ઓબીસીના આરક્ષણને ચાર ભાગમાં વહેંચવામાં આવે, જેમાં અનુક્રમે સૌથી ઓછા લાભવાળી ઓબીસી જાતિઓ રાખવામાં આવે, જેમાં 10, 9, 6 અને 2 ટકા અનામતનું સૂચન કરવામાં આવ્યું છે. આમ જો રીપોર્ટ મુજબ જો OBC જાતિઓને અલગ ભાગ માં વહેચવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે.

જ્યારે એસ સી અને એસ. ટી ની વાત કરીએ તો આ જ્ઞાતિ માં ઘણી બધી જ્ઞાતિઓ તો આજે પણ ગંભીર પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે આ જાતિઓ નો પણ અલગ અલગ ભાગ પાડીને તેમને લાભ આપવામાં આવે અને તે ત્યારે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીએ અને તેના પર થી ખ્યાલ આવે કે કઈ જાતિ કેટલા અંશે વિકાસથી વંચિત રહેલ છે.

આપ સાહેબશ્રી ના માધ્યમથી અમારી વાત સરકારમાં રજૂઆત કરવા માંગીએ છીએ તો આપ સાહેબ શ્રી ને નમ્ર વિનતી કે અમારી વાત સરકારમાં યોગ્ય રીતે રજૂ કરશો અને જાતિ આધારિત વસ્તી ગણતરી માટે આપનું સુચન પણ સરકારમાં આપશોં - રીપોર્ટ બાય -   રાકેશ ઠાકોર દાંતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain