દિલ્હી ખાતે National Movement For Old Pension Scheme આયોજીત પેન્શન શંખનાદ મહારેલી યોજાઇ

દિલ્હી ખાતે National Movement For Old Pension Scheme આયોજીત પેન્શન શંખનાદ મહારેલી યોજાઇ 

આજરોજ પહેલી ઓક્ટોબરે દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં પેન્શન શંખનાદ મહારેલી યોજવામાં આવી હતી. જેમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરોનાં ગગનભેદી નારા સાથે લાખોની સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતાં. 

આ મહારેલીનાં અનુસંધાને વધુ માહિતી આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ દિલ્હી ખાતે તા.૫/૧૦/૨૦૨૩ નાં રોજ જૂની પેન્શન યોજનાની માંગને બુલંદ કરવામાં આવશે અને જ્યાં સુધી તમામ કર્મચારીઓની જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગને સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી આ લડત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા ચાલુ જ રાખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આ નિયત કાર્યક્રમમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં શિક્ષકો જોડાશે.

એકતા મેં હી સફલતા હૈ, સમજદાર કો ઈશારા કાફી હૈ જેવાં પ્લે કાર્ડ સાથે દેશભરમાંથી લાખોની સંખ્યામાં ઉમટી પડેલ કર્મચારીઓનાં કર્મચારી એકતા ઝિંદાબાદનાં ગગનભેદી નારાથી રામલીલા મેદાનનું સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain