કચ્છ માં નારણપર પંથકમાં ખેડૂતો ને નકલી અધિકારીઓએ જમીનમા ટાવર ઉભા કરી તગડા ભાડાની લાલચ આપી કરોડોની રકમ રૂપિયા ની છેતરપીંડી

કચ્છ માં નારણપર પંથકમાં ખેડૂતો ને નકલી અધિકારીઓએ જમીનમા ટાવર ઉભા કરી તગડા ભાડાની લાલચ આપી કરોડોની રકમ રૂપિયા ની છેતરપીંડી

કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી નોઈડા, મંડવાલી, સુંદરગઢના છ શખ્સ દ્વારા ઠગાઈ

મરણમૂડી, પત્નીના દાગીતા, જમીન સહિતનું કરેલું વેચાણ ખેતરમાં ટાવર ઊભા કરીને ભાડું આપવાનું જણાવીને અલગ અલગ બહાના તળે રૂપિયા પડાવ્યા

નારણપર માં ટાવરના ભાડાની લાલચે ૬.૪૭ કરોડની છેતરપિંડી

ભુજ તાલુકાના નારાણપર (પસાયતી) ગામના એક ખેડૂતની મોકાની જમીન ઠગાઈ કરનારાઓના નિશાના પર આવ્યા પછી ખેડૂતને તેમની જમીન પર એક નહીં ચાર મોબાઈલ ટાવર લગાવી મોટી આવક મેળવવાની લાલચ આપી નોઈડા, મંડવાલી, સુંદરગઢ (ઓરિસ્સા)ના શખસોએ ટેલિકોમ્યુનિકેશન કંપનીના અધિકારીઓ તરીકેની ઓળખ આપી ૨૦૧૮ની સાલથી અત્યાર સુધીમાં રૂ.૬,૪૭.૧૫,૬૦૭ની ૨કમ અલગ અલગ બહાના હેઠળ મેળવી લીધા પછી તમામ શખસોએ આ રકમ પરત નહીં આપી.

પ્રાપ્ત માહિતી મુજબ ભુજ તાલુકાના નારાણપર (પસાયતી) ગામે મેઘપર રોડ પર બાલાજી હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતા સમૃદ્ધ ખેડૂત શિવજીભાઈ વાલજીભાઈ પિંડોરિયા નામના ૬૦ વર્ષીય ગૃહસ્થની ખેતીની મોકાની જમીન ઠગાઈ કરનારા શખસોના નિશાના પર આવતાં તેઓએ યુક્તિ-પ્રયુક્તિ અપનાવી ૨૦૧૮ની સાલમાં મોબાઈલમાં ટેલિકોમ્યુનિકેશન કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપી તમારી જમીન પર મોબાઈલ ટાવર ઊભો કરવાની વાત જણાવી દર મહિને આવકની લાલચ આપી હતી. આથી શિવજીભાઈએ હકારાત્મક વલણ અપનાવતાં તેઓની ટોળકી મોટી કંપનીના દસ્તાવેજો, લેટરપેડ જેવા દસ્તાવેજો દર્શાવી તેની માયાજાળમાં ફસાવી રૂ.૨.૭૦ લાખની પોલિસી લીધેલ હતી. ત્યારબાદ વધુ રૂ.૨.૫૦ લાખ ભરવાની બાબત સામે આવતાં શિવજીભાઈએ પોલિસી બંધ કરાવી દેતાં તેઓએ તેમની ૨કમ પરત આપી દીધી હતી. થોડા સમય પછી મોટી કંપનીના અધિકારી અજયંતસિંહના નામથી મોબાઈલમાં ઓળખ આપી શિવજીભાઈ સાથે વાતચીત કરી વિશ્વાસ સંપાદન કર્યો હતો. સાથોસાથ ૧૫ વર્ષના એગ્રીમેન્ટ તેમજ દર મહિને રૂ.૩૦થી ૩૫ હજારના ભાડાની લાલચ આપી હતી. આથી તમામ ડોક્યુમેન્ટ શિવજીભાઈએ તેમના પુત્ર અરજણ દ્વારા મોબાઈલ એપ્લિકેશન પર મોકલી આપ્યા હતા. ત્યારપછી તેઓ દ્વારા એક ટાવરનો ખર્ચ વધી જતો હોવાની જાણ કરી ચાર ટાવર નાખવા જણાવીને શિવજીભાઈને અજયંતસિંહ, સંજયસિંહ, નારાયણ સ્વામીરેડ્ડીના નામે મોબાઈલ પર રૂપિયા ભરપાઈ કરવા જણાવયું હતું. આમ, અલગ અલગ તબક્કે શિવજીભાઈ પાસેથી આરોપીએ અલગ અલગ બહાના હેઠળ મોટી રકમ માગતાં રહેતા ખેડૂતે પોતાની મરણમૂડી, પત્નીના દાગીના. જમીન વેચીને કંપનીને રૂ.૬,૪૭,૧૫,૬૦૭ની ૨કમ ભરપાઈ કરી હતી.

ફરિયાદી ખેડૂતે નોઇડાસાઉથ દિલ્હીના અજયંતસિંહ, સંજય સિંદે, સેન્ટ્રલ દિલ્હીના અખિલેશકુમાર શંભુ પાંડેય, ઓરીસા સુંદરગઢ જિલ્લાના નારાણસ્વામી રેડ્ડી, માસી ચરણ તોપનો, ઇફ્રીમ લાકા નામના ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત ૧ જાન્યુઆરી ૨૦૧૮થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન બન્યો હતો. ગત જાન્યુઆરી ફે આરી ૨૦૧૮ દરમિયાન ફરિયાદીને તેમના ફોન નંબર પર મેથ લાઇફ ઇન્શ્યોરન્સ દિલ્હીથી ગોવિંદકાંત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો

તમામ રકમ ટ્રાન્સફર - દિલ્હી અને ઓડિશાની બેંક અને મોકલાવેલ બેંકના ખાતા નંબર પર અજયંતસિંહ નામની વ્યકિતના સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (દિલ્હી)માં તેમજ સંજયસિંહ નામની વ્યકિતએ અખિલેશ કુમાર પાંડે નામની વ્યકિતના આઈ. ડી.એફ.સી. (દિલ્હી) નારાયણસ્વામી રેડ્ડીએ માસી ચરન તોપનો નામની વ્યકિતના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (સુંદરગઢ, ઓરિસ્સા) તેમજ ઈફ્રેમ લાક્રા નામની વ્યકિતના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (રૂરકેલા, ઓરિસ્સા) અને પંજાબ નેશનલ બેંકના ખાતાઓમાં રકમ જમા કરાવવામાં આવી હતી.

નારણપર (પસાયતી)ના શિવજીભાઈ પિંડોરિયાએ ચાર મોબાઈલ ટાવરની આવકની લાલચમાં તેમની તમામ મરણમૂડી,પત્નીના દાગીના અને તેમના નામની જમીનનું વેચાણ કરીને તેમજ કુટુંબીઓના નામે આવેલી જમીન પર લોન લઈને તમામ રકમની ચૂકવણી કરી આપી હતી તેમ છતાં ૨૦૧૮ની સાલથી ઠગો દ્વારા તેમના સંપર્કમાં રહી અવનવા બહાનાઓ દર્શાવી પાચ વર્ષનો સમય પસાર કરી દીધા પછી પણ શિવજીભાઈની જમીન પર ન થયા મોબાઈલ ટાવર ઊભા કે ન મળ્યા ભરપાઈ કરેલા નાણાં.નાણાં ભરપાઈ કર્યાના કંપનીના સહી -સિક્કાવાળા દસ્તાવેજો આપ્યા

મોબાઈલ ટાવર ઊભા કરી દર મહિને અંદાજે સવાલાખ જેવી આવક ઊભી કરવાની લાલચમાં વૃદ્ધ ખેડૂતે પોતાની તમામ મરણમૂડીને દાવ પર લગાડી રૂપિયા ૬. ૪૭.૧૫. ૬૦૭ની જંગી રકમ ટેલિકોમ્યુનિકેશનના અધિકારીઓને તેમજ અન્ય વ્યકિતઓના અલગ અલગ ખાતામાં જમા કરાવ્યા પછી ઠગબાજોએ તેમને કંપનીના લેટરપેડ પર પ્રિન્ટ થયેલા સહી - સિક્કાવાળા દસ્તાવેજ વોટસએપ અને ઈ-મેઈલ મારફતે મોકલી આપ્યા હતા.

ભુજમાં બોર્ડર ઝોન સી.આઈ.ડી. ક્રાઈમમાં અજયંતસિંહ, સંજયસિંહ, અખિલેશકુમાર શંભુ પાંડયે, નારાયણસ્વામી રેડ્ડી, માસી ચરન તોપનો અને ઈફીમ લાક્રા વિરુદ્ધ ફરિયાદ હાથ ધરવામાં આવ્યો છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ





0/Post a Comment/Comments

Stay Conneted

Domain