કચ્છ - આદિપુર - ઇન્ટરનેટના યુગમાં ઇન્ટરનેટ આધારીત સાયબર ક્રાઇમમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે યુવાનોમાં સાયબર ક્રાઇમ અંગેની જાગૃતતા કેળવવા તેમજ તે અંગેની જરુરી માહિતી મળી શકે એ માટે હ્યુમન રાઇટસ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા દ્વારા તોલાની મોટવાની ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતે પુર્વ કચ્છ પોલીસના સહયોગથી સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હ્યુમન રાઇટસ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા દ્વારા આયોજીત સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારમાં મોટી સંખ્યામાં મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સાયબર ક્રાઇમનો ભોગ બનતા કેવી રીતે બચવું એ અંગે સમજ મેળવી હતી. આ સેમિનારના આયોજનમાં પુર્વ કચ્છ પોલીસનો પુરો સહયોગ સાંપડયો હતો. જેમાં સાયબર ક્રાઇમ પી.આઇ. એ.એમ.વાલા, તથા ગોપાલભાઇ વીજયભાઇ રાઠોડનો સહયોગ સાંપડયો હતો. આ પ્રસંગે હ્યુમન રાઇટસ ફાઉન્ડે ઓફ ઇન્ડીયાના ગુજરાતના પ્રમુખ બ્રિજેનભાઇ ગોંડલીયા, કચ્છ મહિલા સેલ પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા, પુર્વ કચ્છ મહિલા પ્રમુખ મીનાક્ષીબેન ત્યાગી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનમાં પ્રોફેસર અનુજ શર્માનો સહયોગ સાંપડયો હતો.
કચ્છ રાઇટસ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા દ્વારા તોલાની મેનેજમેન્ટ કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
કચ્છ રાઇટસ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા દ્વારા તોલાની મેનેજમેન્ટ કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
Post a Comment