આમ આદમી પાર્ટી કચ્છની ટીમ દ્વારા ગાંધીધામ શહેરમાં રોડની સાઇડમાં ત્યજી દેવાયેલી ભગવાન ગણેશની મૂર્તિઓને શ્રધ્ધાપુર્વક વિસર્જીત કરવામા઼ આવી

 આમ આદમી પાર્ટી કચ્છની ટીમ દ્વારા ગાંધીધામ શહેરમાં રોડની સાઇડમાં ત્યજી દેવાયેલી ભગવાન ગણેશની મૂર્તિઓને શ્રધ્ધાપુર્વક વિસર્જીત કરવામા઼ આવી

આમ આદમી પાર્ટી કચ્છની ટીમ દ્વારા અનોખી સફાઇ ઝુંબેશ હાથ ધરવામા઼ આવી હતી. જેમાં ગાંધીધામ શહેરમાં મુખ્ય રસ્તાઓની બાજુના ભાગમાં મુકેલી ભગવાન ગણેશ અને સરસ્વતીની મૂર્તિ કે જે વર્ષોથી અતિ ખરાબ હાલતમાં પડી રહી હતી. જેમને ત્યાંથી ખસેડી મૂર્તિઓને શ્રધ્ધાપુર્વક, સમ્માન આપી વિસર્જીત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી કચ્છની ટીમ દ્વારા અનોખી પહેલ કરવામા઼ આવી હતી. જેમાં વર્ષોથી ગાંધીધામના મુખ્ય માર્ગોની બાજુમાં મુકી દેવાયેલી અથવા ત્યજી દેવાયેલી ભગવાન ગણેશની અને સરસ્વતી માતાજીની મુર્તિઓ બહુ જ ખરાબ હાલતમાં મુકવામાં આવી હતી. આમ આદમીની ટીમ દ્વારા આ મુર્તિઓ અંગે નગરપાલીકાના પ્રમુખ તેજશ શેઠને જાણ કરી તેમને ટ્રેકટરની વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી હતી. તેઓ દ્વારા ટ્રેક્ટરની ફાળવણી કરાતા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા વિવિધ સ્થળોએથી ત્યજી દેવાયેલી ભગવાન ગણેશ અને સરસ્વતીની મુર્તિઓને એકઠી કરી ટ્રેક્ટરમાં ભરી તેમને કંડલા અને વરસામેડીના તળાવમાં શ્રધ્ધાપુર્વક અને સન્માનથી વિસર્જીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત આમ આદમી પાર્ટી મહીલા વિંગના જો.સેક્રેટરી અને કચ્છના લોકસભા પ્રભારી ડો. કાયનાત અંસારી આથા, મીનાક્ષી ત્યાગી, અમૃતરાઠોડ, નિશા ચૌહાણ, હિતેશ બાંડોલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા..

0/Post a Comment/Comments

Stay Conneted

Domain