વધુ એકવાર ખાખી ખરડાઇ, હેડ કોન્સ્ટેબલ નકલી ચલણી નોટોનો કારોબાર કરતો ઝડપાયો

 વધુ એકવાર ખાખી ખરડાઇ, હેડ કોન્સ્ટેબલ નકલી ચલણી નોટોનો કારોબાર કરતો ઝડપાયો

ગુજરાતમાં વધુ એકવાર ખાખી ખરડાઈ છે. સુરત શહેરમાં કરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ નકલી ચલણી નોટોના કાળા કામ કરતો હોવાની બાતમી મળતા નવસારી પોલીસે હેડ કોન્સ્ટેબલ સહિત તેની ટોળકીના પાંચ સાગરીતોની ધરપકડ કરી છે.

બ્લેક મનીને વ્હાઈટ કરવા ઓછી રકમમાં મોટી રકમ આપવાની લાલચે 15 લાખની બનાવટી ચલણી નોટ લઇને કરતા સુરત પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિત 5 ઠગબાજોને વાંસદા પોલીસે બાતમીને આધારે દબોચી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં સુરતના હેડ કોન્સ્ટેબલ પાસેથી સરકારી પિસ્તોલ પણ મળી આવતા પોલીસે પાંચેયની ધરપકડ કરી 3742 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તપાસને વેગ આપ્યો છે. વાંસદા પોલીસના સબ ઇન્સ્પેકટર જે. વી. ચાવડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, સુરતના બારડોલી તરફથી બે કારમાં કેટલાક લોકો બનાવટી ચલણી નોટો લઇને ઉનાઈ થઈને વાંસદા તરફ આવી રહી છે. જેને ધ્યાને રાખી પોલીસે ભીનાર ત્રણ રસ્તા પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી કાર આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારમાંથી 500 ના દરની 2994 નંગ બનાવટી ચલણી નોટ અને તેની સાથે 6 અસલી ચલણી નોટ મળી મળીને કુલ 15 લાખ રૂપિયાની નોટ મળી આવી હતી. જેની સાથે જ એક કારમાંથી સુરત પોલીસ હેડ ક્વાર્ટસમાં નોકરી કરતો યોગેશ સામુદ્રે સરકારી પિસ્તોલ સાથે મળી આવ્યો હતો.

આરોપીઓ બનાવટી ચલણી નોટ મુદ્દે કોઈ યોગ્ય જવાબ આપી ન શકતા વાંસદા પોલીસે પાંચેયની અટક કરીને કડકાઇથી પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ 15 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટ કોઈને છેતરીને તેની પાસેથી ઓછી કિંમતની અસલી ચલણી નોટ પડાવવાની ફિરાકમાં હોવાનું જણાવતા જ પોલીસે તમામની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સાથે જ ઘટના સ્થળેથી બનાવટી ચલણી નોટ સહિત 22 લાખ રૂપિયાની બે કાર, 36 હજારના 7 મોબાઇલ ફોન. એક સરકારી પિસ્તોલ અને 10 કાર્ટીજ અને રોકડા 6 હજાર રૂપિયા મળી કુલ 3742 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ વાંસદા પોલીસ મથકે છેતરપિંડીની ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ નવસારી SOG પોલીસને સોંપવામાં આવી છે.

નવસારી પોલીસના હાથે ઝડપાયેલો હેડ કોન્સ્ટેબલ યોગેશ સામુદ્રે હાલ સુરત શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતે ફરજ બજાવે છે, અને આશારામ કેસના એક મહિલા સાક્ષીની સુરક્ષાની જવાબદારી તેને સોંપાઈ છે. ધોળી નોટના કારબોરમાં સંડોવાયેલો યોગેશ તેની ટોળકી સાથે લોકોને શિકાર બનાવતો હતો. આ ટોળકી કચ્છ જિલ્લામાંથી નકલી અથવા બાળ બેંકની નોટો લાવતી હતી. જે નોટની થપ્પીમાં ઉપર અને છેલ્લે અસલી નોટ મૂકી દેતા હતા. અને દસ થપ્પીનું એક એમ રૂપિયા 5 લાખનું બંડલ બનાવી દેતા હતા. બાદમાં શિકાર સોધી ટોળકી અસલી પાંચ લાખની નોટ સામે નકલી 15 લાખ રૂપિયાની નોટ આપવાનો સોદો કરતી હતી, અને સોદો પૂરો થતાં જ યોગેશ ત્યાં પોલીસ તરીકે પહોંચી જતો હતો જ્યાં પૂર્વ રચિત કાવતરા મુજબ પોલીસની છાપેમારી થઈ છે. તેવો હાવ ઉભો કરી ટોળકી અસલી નોટના રૂપિયા લઈ પલાયન થઈ જતી હતી, અને ટોળકીનો શિકાર બનેલા નકલી લઈ ચૂપકીદી સેવી લેતા હતા.

યોગેશ સમુદ્રે અને તેની ટોળકી એ અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સુરત ગ્રામ્ય,નવસારી, સહિત બારડોલી નગરના અનેક લોકોને આ ટોળકીએ ચૂનો ચોપડયો છે. જોકે નવસારી જિલ્લાની વાંસદા પોલીસની સતર્કતાને પગલે હવે આ ટોળકી જેલના સળિયા પાછળ ધકેલાઇ ગઇ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain