સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુંદરા ઓ.સી.સી.એલ. કંપની ના સ્ટાફ દ્વારા મુંદરા ના જેરામસર તળાવ માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મુંદરા ના જેરામસર તળાવ માં ઓ.સી.સી.એલ. કંપની ના સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું
આ અભિયાનનો ઉદ્દેશ્ય 'સ્વચ્છ ભારત'ના વિઝનને હાંસલ કરવાનો છે. સ્વચ્છ ભારત અભિયાન એ ભારત સરકારનું સૌથી મહત્વપૂર્ણ સ્વચ્છતા અભિયાન છે. શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ ખાતે સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી હતી અને સૌ દેશવાસીઓ આ અભિયાનમાં જોડાયા છે અને દેશમાં વિવિધ પ્રકારે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે
આમ, ઓ.સી.સી.એલ. કંપની ના સ્ટાફ સાથે સ્વચ્છતા ના વિષય પર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી ઓ.સી.સી.એલ. કંપની દ્વારા સ્વચ્છતા અભિયાન જુદા જુદા સ્થળો પર અવાર નવાર ચલાવવામાં આવે છે આ૫ણા જીવનમાં સ્વચ્છતાનું ઘણુ મહત્વ રહેલુ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં ૫વિત્રતા, સ્વચ્છતા ત્યાં દિવ્યતા, સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી વિગેરે જેવાં સુત્રો આ૫ણા જીવનમાં વણી લેવા જોઇએ. આ૫ણા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંઘીજીએ તો એનાથી એક ડગલું આગળ વધીને કહયુ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા (cleanliness is next to godliness). ગાંધીજીના મતે સફાઈનો અર્થ સ-સર્વ વસ્તુનો, ફા- ફાયદાકારક, ઇ- ઈલાજ એવી સૂત્ર ભાવના હતી.
આ અભિયાન ને સફળ બનાવવા ઓ.સી.સી.એલ. કંપની ના સ્ટાફ ના નીશાંતભાઈ પટેલ, અવનિશ મિશ્રા, બ્રીજપાલ સિંગ, ધર્મેશભાઈ રાવ, ચિરાગભાઈ, સુયોગ શર્મા, મિથીલેશ સિંગ, કમલેશ તિવારી, વિશાલ સિંગ, શૈલેષ ગોહિલ, અનિલકુમાર, સુરેશભાઈ, ગૌતમ પરમાર વગરે સાથે મળી સ્વચ્છતા અભિયાન ને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.
Post a Comment