રાપર તાલુકા ના ફતેગઢ કેનાલ માં યુવક ડૂબતા મોત..

 રાપર તાલુકા ના ફતેગઢ કેનાલ માં યુવક ડૂબતા મોત..

કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ માં વહેતા પાણીના કારણે આજે ફરી એક વખત જીવલેણ સાબિત થઈ છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર નજીક આવેલા ફતેગઢ ગામ પાસેની વહેતી નર્મદા કેનાલમાં આજે સાંજે બે પારપ્રાંતિય યુવકો કોઈ કારણોસર ડૂબવા લાગ્યા હતા. જેમાં એક યુવક તો તરીને બહાર આવી ગયો હતો. પરંતુ, અન્ય યુવક ઊંડા પાણીમાં ગરક થઈ જતા મોત નિપજ્યું હતું. રાપર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે 

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ રાપર તાલુકાના ફતેહગઢ ગામ નજીક આવેલી નર્મદા કેનાલના વહેતા પાણીમાં બે યુવકો કોઈ કોઈ કારણોસર તણાઈ જવા પામ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે જ્યારે અન્ય એક યુવક તેની રીતે જ બહાર નીકળી જતા બચી ગયો હતો.ઘટના અંગે રાપર પીઆઇ વી કે ગઢવીનો સંપર્ક કરતા તેમણે બનાવને સમર્થન આપી હાલ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ કરી રહ્યા છે.સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ પાણીમાં ડૂબેલા 22 વર્ષીય હતભાગી યુવકનું નામ ઈરફાન હોવાનુ તેમજ શ્રમજીવી હોવાનું માલુમ પડ્યું છે.બનાવના પગલે આસપાસના લોકો મોટી સંખ્યમાં ઘટનાસ્થળે દોડી ગયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. કરુણ ઘટનાથી સમગ્ર વાગડ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain