ગેર કાયદેસર નાણા ધીરધા૨નો ધંધો કરતા ઇસમો વિરૂધ્ધ સ૨કા૨ તફે ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ

 ગેર કાયદેસર નાણા ધીરધા૨નો ધંધો કરતા ઇસમો વિરૂધ્ધ સ૨કા૨ તફે ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા સાગર બાગમાર પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફ્થી જિલ્લામાં જરૂરીયાતમંદ લેણદારોને રૂપિયાનું ધિરાણ કરી ઉંચુ વ્યાજ વસુલાત કરતા માથાભારે વ્યાજખોરો વિરૂધ્ધમાં કાર્યવાહી કરી વ્યાજખોરોની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોઇ તેમજ ભચાઉ શહેરના નાગરીકોની સુખાકારી અને શાંતી માટે ભચાઉ પોલીસ કટીબધ્ધ છે.ભચાઉ શહેર એક વેપારી શહેર છે.તેમાં ઘણી બધી આર્થીક લેવડદેવડ થતી હોઇ છે અને દરેક નાના મોટા વેપારીને પૈસાની જરૂરીયાત હોઈ તે મુજબ પૈસા મેળવતા હોય છે પરંતુ ઘણીવાર વેપા૨ી ખોટા અને ગેરકાયદેસરના વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈ જતા હોઈ છે આમાં ભોગબનનાર એકવાર વિષયચક્રમાં આવ્યા પછી સરળતાથી નીકળી શકતા નથી અને પોતાની આર્થીક મજબુરીમાં વ્યાજખોરોના માનસીક તણાવના કારણે આત્મહત્યા કરવા પણ ભોગબનનાર પહોંચી જતા હોઇ છે.આ પ્રવુતી સામાન્ય મણસના લોહી ચુસવાની પ્રક્રીયા બરાબર હોય છે.જેમાં નેસ્ત નાબુદ કરવા ભચાઉ પોલીસ કટીબધ્ધ છે જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં વ્યાજખોરોની પ્રવુતીને ડામવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે ખાનગી રાહે હકીકત મલેલ કે ( ૧) નિશારઅહમદ અયુબ હાલે રહે મકાન નં-૧૧ અંબાજીનગ૨ વર્ષામેડી તા.અંજાર મુળ રહે ગુડપુર તા.જી.નીલગીરીસ તમીલનાડુ તથા (૨) કિરૂબાકરન રવિચંદ્રન હાલે રહે પાણીના ટાંકા પાસે સુંદરપુરી ગાંધાધામ મુળ રહે દિંડલ તા.જી વેમ્બરપટ્ટી તમીલનાડુ તથા (૩) શેખ ફરીદ મહંમદ ઇસ્માઇલ હાલે રહે પાણીના ટાંકા પારો સુંદરપુરી ગાંધીધામ મુળ રહે પલ્લાપટ્ટી તા.જી કરૂર તમીલનાડુ વાળાઓ નાણા ધીરનારનું લાયસન્સ વગર વ્યાજ વટાવનો ધંધો કરે છે છુટક મજુરી કરતા નાના ગરીબ માણસો તથા છુટક વેપાર કરતા વેપારીઓ તથા રીક્ષાચાલક તેમજ રેક્ડી વાળાઓને જરૂરીયાતમંદ લેણદારોને ડાયરી પર રૂપિયા આપી ખુબ જ ઉંચુ વ્યાજ વસુલ કરે છે અને માથાભારે હોઇ કોઇ લેણદાર ફરીયાદ કરતા ન હોઈ અને જે હાલે જુના બા સ્ટેશન પાસે બપો૨ના સમયે ઉઘરાણી કરે છે.અને હાલે તે કોઈ માણસ સાથે વાતચીત કરી રહેલ છે જે બાતમી હકીકત આધારે સદર બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ મજકુર ત્રણેય ઇસમોને પકડી પાડી તેમની પાસેથી મળી આવેલ ડાયરી બાબતે પુછપરછ કરતાં જણાવેલ કે અમારા શેઠ મુસ્તાક અલી અનમ રહે નહેરૂ પાર્કની સામે ભારતનગર ગાંધીધામ વાળો જરૂરીયતમંદ લેણદારોને ઉંચા વ્યાજે ડાયરી પર ધીરાણ આપે છે અને અમો ત્રણેયને તેની ઉઘરાણી કરવા માટે મોકલે છે અને અમોને દર મહીને પગાર આપે છે.આમ તેઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પડાયેલ આરોપીઓ: (૧) નિશારઅહમદ અયુબ હાલે રહે મકાન નં-૧૧ અંબાજીનગ૨ વર્ષામેડી તા.અંજાર મુળ રહે ગુડલુર તા.જી.નીલગીરીસ તમીલનાડુ (૨) કિરૂબાકરન રવિચંદ્રન હાલે રહે પાણીના ટાંકા પાસે સુંદરપુરી ગાંધાધામ મુળ રહે દિંડકલ તા.જી વેમ્બ૨૫ટ્ટી તમીલનાડુ (૩) શેખ ફરીદ મહંમદ ઇસ્માઇલ હાલે રહે પાણીના ટાંકા પાસે સુંદરપુરી ગાંધીધામ મુળ રહે પલ્લાપટ્ટી તા.જી કરૂર તમીલનાડુ

હાજર ન મળી આવેલ આરોપી: (૧) મુસ્તાક અલી અનમ રહે નહેરૂ પાર્કની સામે ભારતનગર ગાંધીધામ

કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) રોકડા રૂપિયા ૧૯૬૦૦/- (૨)ડાયરી નંગ ૧૮ જે કી.રૂ.૦૦/૦૦ (3) મોબાઇલ ફોન નંગ ૦૩ જે કી.રૂ ૧૫૦૦૦/- કુલ કિ.રૂ ૩૪૬૦૦/-

નોંધ-સદર ગુના કામે પક્ડાયેલ ઇસમો વિરૂધ્ધ અન્ય કોઈ વ્યક્તિ ભોગબનેલ હોય અથવા અન્ય કોઈ બીજા વ્યાજખોર વિરૂધ્ધ ફરીયાદ હોય તો ભચાઉ પોલીસ સ્ટેશનના નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ છે.

(૧) ભચાઉ પોલીસ સ્ટેશન ૦૨૮૩૭૨૨૪૦૩૬ (૨) પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.ખાંભલા મો.નં ૯૦૨૩૪૬૯૬૭૮

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.ખાંભલા તથા ભચાઉ પોલીસ સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain