પૂર્વ કચ્છ એસ.પી સાગર બાગમાર અને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ની સીધી સૂચના મુજબ અંજાર પી આઇ ની ટીમે નાસ્તા ફરતો બાતમી આધારે પકડી જેલ હવાલે કર્યો

પૂર્વ કચ્છ એસ.પી સાગર બાગમાર અને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ની સીધી સૂચના મુજબ અંજાર પી આઇ ની ટીમે નાસ્તા ફરતો બાતમી આધારે પકડી જેલ હવાલે કર્યો

અંજાર પોલીસે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે વર્ષ અગાઉ નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનાના આરોપીને અંજારના મેઘપર ગામની પાપડી પાસેથી પકડી પાડ્યો છે.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ જિલ્લાના ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને ગુનાઓ બનતા અટકાવવા ગાંધીનગર CID ક્રાઇમની સૂચના અનુસાર અંજાર પીઆઇ એસ.ડી સિસોદિયા અને પોલીસ મથકની ટીમ આ બાબતે આરોપીઓ ઉપર સતત વોચ રાખી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળેલ કે બે વર્ષ અગાઉ થયેલ મોટરસાયકલ ચોરીનો આરોપી મેઘપર ગામની પાપડી પાસે છે. બાતમીના આધારે પોલીસે ચોક્કસ હકીકત મેળવી ઉભેલ શકમંદની અટક કરી, પૂછપરછ કરતા ઈસમે પોતે વિનોદ મણીલાલ પટેલ (ઉંમર વર્ષ 48, રહે.આંબેડકર નગર અંજાર) હોવાનું જણાવ્યું હતું. આ ઈસમ પાસેથી મોટરસાયકલ (રજીસ્ટર નંબર.GJ.12.CR.6931) વિશે પૂછપરછ કરતા બે વર્ષ પહેલાં ગાંધીધામ બસ સ્ટેશન પાસેથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. અંજાર પોલીસ દ્વારા સી.આર.પી.સી કલમ 102 મુજબ આરોપી પાસેથી મોટરસાયકલ કબ્જે કરી,આરોપી વિનોદ મણીલાલ પટેલની સી.આર.પી.સી કલમ 41(1)(D) મુજબ ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain