કચ્છ ની મુખ્ય ગળપાધર જેલમાં ખાસ કોઈ આરોપી ને મોબાઇલ ની સુવિધા કોણે કરી તેનો ભાડો ફૂટવાનો

 કચ્છ ની મુખ્ય ગળપાધર જેલમાં ખાસ કોઈ આરોપી ને મોબાઇલ ની સુવિધા કોણે કરી તેનો ભાડો ફૂટવાનો?

અમદાવાદની મુખ્ય જેલના અધિકારી ઓને  મળેલ ખાનગી માહિતી આધારે કરી ગાંધીધામ ની ગળપાદર જેલમાં ઓચિંતી તપાસ માં બેરેક નંબર-૯માથી મળ્યો મોબાઇલ તપાસ શરૂ

ગાંધીધામ ગળપાદર જેલમાં મોટી રકમ ના વહીવટ પાછળ આવી સુવિધા ની માહિતી અમદાવાદ સુધી પહોંચી તેમાં સ્થાનિક કોઈ કમૅચારી ફૂટ્યા ની ચચૉ ટોક ઓફ ધ ટાઉન

કચ્છ ગાંધીધામ ગળપાદર ની જેલ ની અમદાવાદ ની ટીમ સુધારાત્મક વહીવટની કચેરીના અધિક પોલીસ મહાનિર્દેશક અને સ્ક્વોડ જેલર દ્વારા ગાંધીધામની ગળપાદર જેલ ની તપાસ માટે પહોચી આવ્યા હતા. 

અમદાબાદથી આવેલી જેલની ટીમે તપાસ દરમિયાન ગળપાદર જેલમાંથી કોઈ અજાણ્યા આરોપીએ યાર્ડ નંબર ૩, બેરેક નંબર ૯ ના જનરલ બાથરૂમમાં લોભીની દિવાલ અને પિલર વચ્ચે ખાંચો કરી તેમાં પ્લાસ્ટિકમાં વિટારીને રાખેલો પિન્ક કલરનો બે સિમ કાર્ડ સપોર્ટ વાડો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.આવતાં તેની ચકાસણી માટે એફએસએલને મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના અધિક પોલીસ મહાનિર્દેશક અને સ્ક્વોડ જેલર ડી.આર. કરંગિયા તથા તેમની ટીમ દ્વારા આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ગાંધીધામ નજીકની ગળપાદર જેલની સરપ્રાઈઝ - ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેલના અલગ અલગ યાર્ડ અને તેમના બેરેકોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન ગળપાદર જેલના જેલર એલ.વી.પરમારને સાથે રાખવામાં આવ્યા હતા.

કચ્છ ગાંધીધામ ગળપાદર આ મોબાઈલ ફોન અહીં કોણે રાખ્યો છે, અને કેટલા દિવસથી મોબાઈલ કેટલા દિવસ જેલમાં હતો તેની તપાસ ચાલુ છે અગાઉ પણ ગળપાદર જેલમાં મોબાઈલ મળી આવ્યા છે. જે ગળપાદર જેલ પ્રસાસનની નબળાઈ  કામગીરી.


ગળપાદર જેલમાંથી બેઠા બેઠા ગાંધીધામના વેપારીને ફોન કરી ધમકીઓ આપી ખંડણી ઉઘરાવતા અફરોઝ અંસારી અને તેમના બે સાગરીતો પાસેથી પણ મોબાઈલ મળી આવ્યો હતો. પરંતુ ખબર નઈ ક્યાં કારણોસર આજ દિવસ સુધી ગળપાદર જેલના પ્રશાસન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain