ભચાઉ ની જય માતાજી ગ્રુપ ની નવરાત્રી માં ખેલૈયાઓ રાસ ગરબા માં કરી જમાવટ
ભચાઉ શહેર ની મુખ્ય નવરાત્રી જય માતાજી ગ્રુપ ને નેજા હેઠળ ભવ્યાતિભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવે છે દરરોજ મહા આરતી બાદ ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબા રમવા મોટી સંખ્યામાં ભાઇઓ તથા બહેનોએ ની સંખ્યા જોવા મળે છે
દરરોજ રાસ ગરબા હરીફાઇ વિજેતાઓને ખેલૈયાઓ ને આકર્ષક ઇનામો ની વણજાર કરવાં માં આવે છે તેમજ આ આયોજન નાં મુખ્ય આયોજક શ્રી કુલદીપસિંહ જાડેજા તેમજ ભચાઉ વિશ્વ હિન્દુ પરિષદ ભચાઉ મહિલા મંડળ તથા યુવક મંડળ નાં કાર્યકરો દ્વારા આ ભવ્ય આયોજન કરાય છે
તેમજ ભચાઉ પ્રજાપતિ સમાજવાડી ખાતે નાં રાસ ગરબા નું આયોજન થતાં લોહાણા સમાજ તેમજ ધંટી ચોક અંબેધામ તેમજ શહેર ની વિવિધ વિસ્તારોમાં શેરી ગરબા યોજાય છે - રીપોર્ટ બાય - અલ્પેશ પ્રજાપતિ
Post a Comment