કોર્ટમાં રજૂ થાય તે પહેલાં કેસની ફાઇલ લઈ આરોપી ફરાર.
16 જૂનના રોજ DRIએ મેહુલ જૈન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. ગત, બુધવારે આરોપી મેહુલ દેશ છોડીને દુબઈ ભાગવા જતો હતો ત્યારે મુંબઇ એરપોર્ટ પર CISFના જવાનોએ મેહુલને પકડી પાડીને મુંબઈ DRIને સોંપ્યો હતો. આરોપીને રાત્રે પકડયો હોવાથી અધિકારીઓએ મેહુલને DRIની ઓફિસમાં રાખ્યો હતો. બીજા દિવસ સવારે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાના હતા પરંતુ રાત્રે જ મેહુલ જૈન અધિકારીઓને ચકમો આપીને ગોલ્ડની હેરાફેરી કૌભાંડની ફાઇલ ચોરી કરીને ત્યાંથી ભાગી ગયો હતો. આથી મુંબઇ DRIએ આઝાદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Post a Comment