બિદડા ગામે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ગામની સફાઈ કરવામાં કરવામાં આવી સાથે પુજ્ય શ્રી બાપુ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

 બિદડા ગામે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ગામની સફાઈ કરવામાં કરવામાં આવી સાથે પુજ્ય શ્રી બાપુ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામમાં કચરા મુક્ત બને તે માટે “સ્વચ્છતા હી સેવા ૨૦૨૩” પ્રોગામ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા  વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે માંડવી તાલુકાના બિદડા ગામની સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણું ગામ કચરા મુકત બને તે માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી તારીખે સ્વચ્છતા માટે “એક તારીખ, એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ ભારતભરમાં યોજાશે. ત્યારે બિદડા ગામમાં પણ જાહેર સ્થળોની, રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે. ગામના તમામ લોકોને મહાશ્રમ દાન કાર્યક્રમમાં જોડવામાં આવી રહ્યા છે. બિદડા ગામ સ્વચ્છતા નુ વેગ મળે અને ગામની સ્વચ્છતા જળવાય તે માટે ગામના લોકો દ્વારા સફાઈ અભિયાનમાં જોડાઈને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે.આ પ્રસંગે બિદડા ગામના સરપંચ જયાબેન પ્રવિણભાઇ છાભૈયા, ઉપસરપંચ ગીરીશભાઈ ગોર, પ્રવિણભાઇ છાભૈયા,ભરત ગોર, ગોવિંદભાઈ,પ્રકાશ સંગાર,ગવરી મારાજ, પ્રકાશ પટેલ, વગેરે સમાજના આગેવાનો સાથે ગામના તમામ લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને આજના અભિયાન અંતર્ગત જોડાયા તે બદલ બિદડા ગ્રામ પંચાયત ના સરપંચ તથા ઉપ સરપંચ ને સહકાર આપ્યા  બદલ ખુબ ખુબ ધન્યવાદ પાઠવવા આવી હતી.અને ગામની સફાઈ સ્વચ્છ ગામ રહે તેવી પહેલ સાથે ગામના લોકો જોડાયા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain