એપલ ગ્રીન સ્કૂલ મુન્દ્રા ના બાળકો દ્વારા અને યુવા ટુરીઝમ ક્લબના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા ખાતે જુદા જુદા સ્થળો પર સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી

એપલ ગ્રીન સ્કૂલ મુન્દ્રા ના બાળકો દ્વારા અને યુવા ટુરીઝમ ક્લબના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા ખાતે જુદા જુદા સ્થળો પર સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરવામાં આવી

 

સમગ્ર ભારત જ્યારે સ્વચ્છતા અભિયાન પર કાર્ય કરી રહ્યું છે ત્યારે મુન્દ્રા ખાતે એપલ ગ્રીન સ્કૂલ અને યુવા ટુરીઝમ ક્લબ ના  સંયુક્ત ઉપક્રમે આ અભિયાન પર પહેલ કરવામાં આવી છે  એપલ ગ્રીન સ્કૂલના પ્રિન્સિપાલ ગીતાબેન ઐયર ના માર્ગદર્શન હેઠળ આ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ સ્વચ્છતા અભિયાન માં એપલ ગ્રીન સ્કૂલ ના ટ્રસ્ટીશ્રી ધ્રુવરાજસિંહ ચુડાસમા એ બાળકોની આ પહેલ ને પ્રોત્સાહન પૂરું પાડી તેમને પ્રેરિત કર્યા હતા

ત્યારે મુન્દ્રા ના જુદા જુદા સ્થળો પર આ અભિયાન ઓક્ટોબર મહિનામાં એક મહિનો ચલાવવામાં આવશે આજે મુન્દ્રા તાલુકા પંચાયત ના મેદાનમાં અને હિંગળાજ નગર ખાતે આવેલ શ્રી ક્ષેત્રપાલ દાદા નું મંદિર ના ગ્રાઉન્ડમાં આજરોજ આ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ સ્વચ્છતા અભિયાનમાં એપલ સ્કૂલ મુન્દ્રાના ધોરણ ૬,૭,૮ ના  વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા અને આ સ્વચ્છતા અભિયાનને વેગવાન બનાવ્યું હતું

 એપલ ગ્રીન સ્કૂલ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં એપલ ગ્રુપ ગ્રીન સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ગણ માં રાખી બદોરીયા, આરતીબેન જોશી, જુગન મેમ, જયશ્રી મેમ સ્કૂલ  સ્ટાફ સાથે  જોડાયા હતા  અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain