અંબાજી આઠ નંબર માં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતો બુટલેગર ટીનીયો,સ્થાનિક પોલીસ ઘોર નિદ્રામાં

 અંબાજી આઠ નંબર માં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતો બુટલેગર ટીનીયો,સ્થાનિક પોલીસ ઘોર નિદ્રામાં


અંબાજી શક્તિપીઠ સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ તીર્થ વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનવા જઇ રહ્યુ છે ત્યારે આ અંબાજી ધામ ને કેટલાક બૂટલેગરો બદનામ કરી રહ્યા છે અને પોલીસ અને કાયદાના ડર વચ્ચે આ સફેદ કબૂતર ખુલ્લેઆમ વીદેશી દારૂના અડ્ડાઓ ચલાવી પોલીસને પડકાર આપી રહ્યો છે. ગાંધી જયંતી,૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી મા વીદેશી દારૂના ઠેકા બંદ રહે છે પણ આ અંબાજી નો સફેદ કબૂતર બારેમાસ ૨૪ કલાક આ અડ્ડો ચાલુ રાખે છે અને હાલમા તેનો વીડિયો વાયરલ થયો છે. અંબાજી માં આઠ નંબર દારૂના અડ્ડો ચલાવતો ટીનો  .અગાઉ પણ આ બુટલેગરનો વિડીયો વાયરલ થયો હતો.અંબાજી પોલીસ ના કયા કર્મચારીઓ મારે છે ધરની આજુબાજુ આંટા?આઠ નંબર ને તો નર્ક બનાવી નાખ્યું હોય તેવું બુટલેગરને ત્યા જનતા રેડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અંબાજીનો સફેદ કબૂતર બન્યો દાંતા તાલુકાનો સૌથી મોટો બુટલેગર - અંબાજી ખાતે આઠ નંબર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી આ સફેદ કબૂતર વીદેશી દારૂના જથ્થા સાથે વેચાણ કરે છે. ખુશીરુહી કોડ વર્ડ થી વીદેશી દારુ વેચે છે. આ માથાભારે બૂટલેગર પર આઠ નંબર ના કેટલાંક નેતાઓના આશિર્વાદ છે આ બૂટલેગર કહે છે કે હું એક ખિસ્સા મા પોલીસને રાખું છું અને બીજાં ખિસ્સા માં પત્રકારોને રાખુ છું.જે જગ્યાનો વિડીયો છે તે જગ્યા કોની તેની સામે પણ ગુનો નોંધવામા આવે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain