ઓસ્લો સર્કલ પરથી બાબાસાહેબની પ્રતિમાનું સ્થળાંતર કરાયું
ગુજરાત રાજયના, કચ્છ જીલ્લાના, ગાંધીધામ મુકામે, ડો,બી.આર.આંબેડકર સર્કલ- ગાંધીધામ મધ્ય ઓવર પીજ , પલ ન બાંધકામ થઇ રહેલ હોતાં. ડો. બી. આર. અંબેડકરની પ્રતિમા ઉપરથી પલનું બાંધકામ થઈ રહેલ છે અને ડો.બી.આર.અંબેડકરની પ્રતિમાની વર્ષો પહેલાથી સ્થાપના થયેલ છે, જે બાબતે પ્રતિમા સંઘર્ષ સમિતીના સઘન પ્રયાસો થકી, ગુજરાત સરકાર શ્રી દવારા બ્રીજ/પુલની ડીઝાઇનમાં ફેરફાર કરી, બાંધકામ પર્ણ કરવા મજુરી આપેલ છે.
બીજનું બાંધકામ પુર્ણ કરવાની કામગીરી શરુ કરવાં આજ રોજ તાઃ ૦૧-૧૦-૨૦૨૩ ના પ્રતિમાને બાંધકામ દરમ્યાન નુકશાન ન થાય તે હતથી. હંગામી ધોરણે ગાંધીધામ આબેડકર / ઓસ્લો સર્કલથી ગાંધીધામ સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલ મધ્યે સન્માન પૃવક સ્થાળતર કરવામાં આવેલ છે.
ઉપરોકત કાર્ય સવારે ૯ કલાકે શરુ થઈ અને સવારના ૧૧ વાગ્યે પૂર્ણ કરવામાં આવેલ, જેમાં ગાંધીધામ-મામલતદારશ્રી અને સ્ટાફ,ગાંધીધામ-નગરપાલીકા ચીક ઓફિસરશ્રી અને સ્ટાફ,ડેપ્યુટી ઇન્જીનીયરશ્રી આર. એન્ડ બી- અંજાર અને સ્ટાફ, ગાંધીધામ- એ.ડીવીજન અને ગાંધીધામ-બી ડીવીજન પોલીસ અધિકારી સાહેબશ્રીઓ અને સ્ટાફ,તેમજ ડો.બી.આર.આંબેડકર પ્રતિમા સંઘર્ષ સમિતિના અગ્રણીશ્રીઓની ઉપસ્થીતીમાં, ઉકત પ્રતિમા આંબેડકર/ઓસ્લો સર્કલ મધ્યેથી સ્થાંળતર કરી, ગાંધીધામ સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલ મધ્યે સન્માન પુર્વક હંગામી ધોરણે સુરક્ષિત રાખવામાં આવેલ. સંબંધીત અધિકારીઓ અને સઘર્ષ સમિતીના અગ્રણીશ્રીઓ વચ્ચે સદરહુ પ્રતિમા માટે લેખીત લખાણ કરવામાં આવેલ છે.
નિમાર્ણધીન પુલનું બાંધકામ કાર્ય પુર્ણ થતાં, ઉપરોકત પ્રતિમા કરીથી સન્માન પુર્વક યથાસ્થળે વહીવટી તંત્ર દવારા પુનઃ પ્રસ્થાપીત કરવામાં આવશે.
આ જટીલ અને જોખમભરી કામગીરી પાર પાડવા માટે સરકારશ્રીના વહિવટી તંત્ર અને અધીકારીશ્રીઓના સહકાર દવારા અને પ્રતિમા સંઘર્ષ સમિતીના અગ્રણીશ્રીઓ દવારા, પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ મધ્યે સરકારની દેખરેખ અને તેમની જવાબદારી હેઠળ હંગામી ધોરણે રાખવામાં આવેલ છે.
આ જટીલ કામગરી પાર પાડવા ડો.બી.આર.આંબેડકર પ્રતિમા સંઘર્ષ સમિતિના અગ્રણી સર્વશ્રીઓ ભરતભાઇ વેલજીભાઇ સોલંકી, નારણભાઇ બિજલભાઇ ગરવા, માલશીભાઇ દેવાભાઇ પરમાર, બી.ટી.મહેશ્વરી, નાગશીભાઇ એચ. મહેશ્વરી, એ.જે.મહેશ્વરી,વગેરે ઉપસ્થીત રહી,વહીવટી તંત્રના સહકાર બદલ આભાર વ્યકત કરેલ હતો.
Post a Comment