“SHE TEAM નો સાથ-પરિવા૨નો સંગાથ ગુમ થયેલ બાળ કીશોરીને ગણતરીના કલાકોમા પરિવાર સાથે મેળાપ કરાવતી ભચાઉ પોલીસ SHE TEAM
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગ૨ બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ દરેક પોલીસ સ્ટેશનમા SHE TEAM ની રચના કરેલ છે.જે શી ટીમની કામગીરી અંગે નાયબ પોલીસ અધિક્ષક સાગ૨ સાંબડા ભચાઉ વિભાગ ભચાઉ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા નાઓની દો૨વણી હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે મહીલાઓ બાળકો અને સીનીયર સીટીઝન જાહેર સ્થળો પર સલામતી અને સુરક્ષા ક૨વા અને જાગૃતતા લાવવા માટે શી ટીમ કાર્ય૨ત ક૨વામાં આવેલ છે.
ગઇ કાલ તારીખ ૧૩/૦૯/૨૦૨૩ ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશનમા કલાક ૧૩/૪૦ વાગ્યે પી.એસ.ઓ શ્રી ને નાની ચિરઇ ગામના એક જાગૃત નાગરીક શીવરાજસિંહ જાડેજા નો ફોન આવેલ અને જણાવેલ કે એક સગીર વયની બાળ કીશોરી મળી આવેલ છે જે વર્ધી આધારે તુરંત જ શી ટીમ ત્યા જઈ બાળ કિશોરી ને પુછપરછ કરતા તેના પિતાનુ નામ માનજીગભાઇ શોભણ ભુરીયા છે અને તે વરસાણા ગામ તા અંજાર મા રહે છે અને તેના માતા પિતા અમૂલ બર્ડ કંપનીમા કામ કરે છે અને તેના પીતાએ તેને કામ બાબતે ઠપકો આપતા લાગી આવતા કોઈને કહયા વગર ઘરથી નીકળી ગયેલ છુ.તેવુ જણાવતા તેના માતા પિતા અંજાર પો.સ્ટે.વિસ્તારમા વરસાણા ગામમા આવેલ અમૂલ બર્ડ કંપનીમા કામ કરતા હોઇ શી ટીમ ના સભ્યો અમુલ બર્ડ કંપનીમા જઈ તપાસ કરી તેના માતા પિતાના મોબાઇલ નંબર મેળવી ટેલીફોનીક સંપર્ક કરી માતા પિતા ને ભચાઉ પો.સ્ટે.બોલાવી પો.સ્ટે.આવવા સમજ કરી સમી૨ વયની દીકરીને તેના પરીવાર સાથે ભચાઉ શી ટીમે મેળાપ કરાવેલ છે.
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી- પો. ઇન્સ. શ્રી એસ.જી.ખાંભાલા (૧) અવનીબેન ભરતપુરી ગુંસાઇ (૨)આશાબેન મગનભાઈ દેસાઈ (3)ઉર્વશીબેન બાબુભાઈ પ્રજાપતી કરી હતી
Post a Comment